________________
૮. શ્રી મદની તાવિચારણા - પત્રોમાં સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યફપરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જેમને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”૬૯
સમ્યજ્ઞાની પુરુષોના જે ચમત્કારો જે લોકોએ જાયા છે તે તે જ્ઞાની પુરુષોએ કરેલા સંભવતા નથી, સ્વભાવે કરી સિદ્ધિજેગ પામ્યા હોય છે.
મિથ્યાદષ્ટિ
આત્મા અને દેહનું જેને સ્પષ્ટ ભિન્નપણું ભાસ્યું નથી, દેહમાં આત્મા માનવારૂપ બુદ્ધિ રહ્યા કરે છે, અનુભવસ્વરૂપ આત્મા અનુભવ્યો નથી, આત્માનાં અતિવાદિ છ પદનું નિઃશંકવ જેને પ્રાપ્ત થયું નથી, તે મિથ્યાદષ્ટિ છે. અને તેને જે જ્ઞાન હોય તે મિથ્યાજ્ઞાન છે.
મિથ્યાષ્ટિને કર્મની બળવત્તરતા હોય છે. તેના ક્રોધ, માન, માયા અને લોભની અનંતાનુબંધી ચોકડીને નાશ થયે હોતો નથી, અને તેથી તે બાહ્ય સુખની શોધમાં અનંત સંસારનું પરિભ્રમણ કર્યા કરે છે. વળી, આત્મા સમપરિણામી થ ન હોવાને લીધે, આત્માને જાણ ન હોવાને લીધે, તેની કેઈ પણ પ્રવૃત્તિ સફળ એટલે કે આત્માથે થતી નથી. તેની વૃત્તિઓ પણ સંક્ષેપાઈ ન હોવાને લીધે તેને તીવ્ર રાગદ્વેષ થયા કરે છે, તેથી તે જે જે તપ, જપ આદિ ક્રિયા કરે છે તેનું ફળ તેને સંસારાર્થે મળે છે. એટલે કે તૈને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પણ આત્મા જાગૃત થતું નથી.
તેનાં સ્વચ્છેદ અજ્ઞાન, માન વગેરે મટયાં ન હોવાને લીધે તેને જ્ઞાની પુરુષમાં શ્રદ્ધા થતી નથી, અને તેથી તેનું મિથ્યાત્વ જતું નથી. શાસ્ત્રમાં અભિગ્રહિક, અનાભિઐહિક અભિનિવેશિક, સાંશયિક અને અણગિક વગેરે મળી મિથ્યાત્વના પાંચ પ્રકાર કહ્યા છે, તે પાંચે તેને પ્રવર્તતા હોય છે.
ટૂંકમાં કહીએ તે, તેની પ્રત્યેક પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવથી ઊલટા પ્રકારે થતી હોય છે. અને તેથી તેના ભવને અંત આવતો નથી. પણ તે જીવ પુરુષને ચરણે જઈ, પરમ ભક્તિથી તેની આજ્ઞા આરાધે તે તે સમ્યગ્દષ્ટિ થઈ મોક્ષમાર્ગને પામે છે, અને મુક્તિનું અનંત આત્મસુખ પામે છે.
સમ્યગ્દર્શનનું માહાભ્ય
આગળ જોઈ તેવી સમર્થતા સમકિતની હોવાથી શ્રીમદ્દે તેનું બહુમાન કરેલું છે. સર્વ જ્ઞાનીઓએ સમક્તિને મેક્ષમાર્ગનું પ્રથમ પગથિયું ગણેલ છે. તે વિશેનાં શ્રીમદનાં ઉલ્લાસપૂર્વક લખાયેલાં વચને જુઓ –૬૯
૬૯. “શ્રીમદ્ રાજચંદ્ર” આવૃત્તિ ૫ ખંડ ૨ પૃ. ૧૭૨ અગાસ આવૃત્તિ, આંક ૪૫૦.
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org