________________
શ્રીમની જીતસદ્ધિ
*પર
સર્વ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદેશી, જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે, મનની સ્થિરતા આવે છે, આત્મા વિકારથી વિરક્ત થાય છે, શાંતિ મળે છે અને કર્મની નિરા થાય છે, અભિમાન, અહંકાર, માયા, લાભ આદિ દુગુણા ભક્તિથી નાશ પામે છે, કારણ કે ભક્તિમાં તે સર્વ સમર્પણભાવ હાવાથી – સદ્દગુરુને બધું સેાંપી દીધું હાવાથી – કઈ પેાતાનું રહેતું નથી, કે જેમાં જીવ માયા, મમતા કે અભિમાન કરે. આથી ક્રિયામા માં કે જ્ઞાનમાગમાં જે અભિમાન, વ્યવહાર, આગ્રહ કે સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિને મેાહ વગેરેની સભાવના રહે છે, તેની, ભક્તિમાં સભાવના નથી રહેતી. આ કારણથી કાઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવાએ ભક્તિમાર્ગના આશ્રય કર્યા છે. અને તે માર્ગ ને શ્રેષ્ઠ ગણ્યા છે. પરમાત્મા અને આત્માનુ એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. ૫૨માત્માની જ લય રહેવી તે પરાભક્તિ છે. આ ભક્તિ જીવનું ઘણી વરાથી કલ્યાણ કરે છે.
ગુરુગમથી જેણે ભક્તિ જાણી નથી, તેની ભક્તિમાં અકાળ અને અશુચિદોષ આવે છે. એકાંતે પ્રભાતે પ્રથમ પ્રહર એ સેવ્ય ભક્તિને માટે ચેાગ્ય કાળ છે. સ્વરૂપચિંતન-ભક્તિ તે સર્વકાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ સ ચિનુ· કારણ છે. બાહ્ય મળ આદિથી રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે. આવી શુદ્ધતા ગુરુના આશ્રયે ભક્તિ કરવાથી આવે છે. ભક્તિની પૂર્ણતા કચારે પમાય તે વિશે શ્રીમદ્દે એક પત્રમાં લખ્યું છે કેઃ~~~
“ભક્તિની પૂર્ણતા પામવાને યાગ્ય ત્યારે થાય છે કે એક તૃણુ માત્ર પણ હિર પ્રત્યે યાચવુ નહિ. સર્વ દશામાં ભક્તિમય જ રહેવુ....સત્ર હરીચ્છા બળવાન છે એ કરવા માટે હિરએ આમ કર્યું છે, એમ નિઃશંકપણે સમજવું. ” ૬ ૩
પરમાત્માની ભક્તિ જ જેને પરમ પ્રિય છે એવા પુરુષને સસાર સબંધી કઠણાઈ ન હાય તેા સમજવું કે તેને ખરી ભક્તિ જ નથી, કારણ કે સ`સાર સબધી કઠણાઈ તે પરમા માની સરળતા છે. તે કઠણાઈ તા માયાથી આવે છે, ભગવદ્ભક્તને તેા શાતા અને અશાતા અને સરખાં જ છે. મહાત્મા કબીર, નરસિહ મહેતા, મીરાંબાઈ આદિની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેએ એવી દુઃખી સ્થિતિમાં પણ પ્રભુ પાસે લેશ પણ નહાતાં યાચતાં કે નહાતાં દીન થતાં. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે તા ભક્તોની ઇચ્છાની ઉપરવટ થઈને. જો ભક્તોની એવી ઇચ્છા હોય તો તે તેમને રહસ્ય ભક્તિની પ્રાપ્તિ જ ન હોય. તેથી જ્ઞાની પ્રત્યે નિઃસ્પૃહ ભક્તિ સેવવા માટે ભાર મૂક્તાં શ્રીમદ્દે લખ્યુ છે કે -~~~
“ જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પાતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતા નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિના નાશ હોય છે; અથવા ઘણું મંદપણુ થઈ જાય છે, એમ જાણીએ છીએ. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે અને તેથી ઉપર જણાવ્યુ` છે, એવુ' પરિણામ ઘણી વાર આવતુ. અટકી જાય છે. ’૬૪
૬૩. “શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન”, પૃ. ૬૪.
૬૮. ૬ શ્રીમદ્ રાજચંદ્ર ’', આવૃત્તિ પ, ખંડર, પૃ. ૧૪૬; અગાસ આવૃત્તિ, આંક ૩૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org