________________
૮ શ્રીમદની તરવવિચારણ- પત્રોમાં
જ્ઞાનીને ઉપાસવાથી મુમુક્ષુતા જલદી આવે છે, મુમુક્ષુમાં જ્ઞાની પ્રત્યે એગ્ય વિનય અને ભક્તિ બહુ અગત્યનાં છે. તેને સત્સંગમાં શીતળતા પ્રાપ્ત થાય છે. સત્સંગમાં જીવની મુમુક્ષુતા પણ વધે છે.
આવા મુમુક્ષુઓએ પણ ખૂબ જાગૃતિ રાખવાની હોય છે. આજીવિકા ન હોય, અન્ય દુઃખ હોય તોપણ તે સર્વને કર્મના ફળરૂપે માની આત્મહિતને માર્ગ સાચવી રાખવાને હોય છે. તેથી દુઃખની ચિંતા કરવી તે કર્તવ્ય નથી, ચિંતા તે આત્મગુણ રોધક છે. તેનું આ દુષમકાળમાં કર્તવ્ય તે એ છે કે, સત્સંગની સમીપતા રાખવી, અસત્સંગથી નિવૃત્તિ રાખવી અને આત્મસાધના ઈછવી.
આવું મુમુક્ષુપણું સર્વને સુલભ નથી. આરંભ, પરિગ્રહ, રસ, વૈભવ આદિને મેહ મુમુક્ષુપણું પ્રગટવા દેતા નથી. આ મુમુક્ષુતાને અટકાવનાર મુખ્ય સ્વછંદ છે. ઘણું કરીને મનુષ્યામા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, તેમ તે માને છે. પણ તેનું નામ મુમુક્ષતા નથી.
મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ ન કરવા અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તાવું. ”૫૦
આ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પાતામાં દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેનાથી સ્વછંદને નાશ થાય છે.
સ્વછંદ જ્યાં થેડી અથવા ઘણું હાનિ પામ્યા છે, ત્યાં તેટલી બાધબીજયોગ્ય ભૂમિકા આવે છે. સ્વછંદ રોકાય ત્યારે માર્ગ પ્રાપ્તિ ન થવામાં મુખ્યત્વે ત્રણ કારણ હોય છે, આ લોકની અપ પણ સુખેચ્છા, પરમ વિનયની ઓછપ અને પદાર્થને અનિર્ણય.
તીવ્ર મુમુક્ષુતા આવ્યા પહેલાં આ લોકની અ૫ સુખેચ્છા હોય છે, મુમુક્ષતામાં બાહ્ય આનંદ અનુભવવાથી તેમાં શાતા લાગે છે કે બાહ્ય શાતામાં પણ સુખેચ્છા રહ્યા કરે છે, તેથી જીવની ગ્યતા રોકાઈ જાય છે. પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ વર્તવું તે પરમ વિનય છે. આવા વિનય ન આવે ત્યાં સુધી જીવની ગ્યતા વધતી નથી. અને કદાચ આ બે ગુણ આવ્યા હોય, પણ આત્માને યથાર્થ નિર્ધાર ન થયે હેય તોપણ તે ગ્યતા રેકાઈ જાય છે. આ ત્રણમાં “પરમ વિનય” એ મુમુક્ષતા મેળવવાનું, મોક્ષમાર્ગ મેળવવાનું મુખ્ય કારણ છે. આથી મુમુક્ષુને વિનયભક્તિ હોવી તે આવશ્યક અંગ છે એમ શ્રીમદે ઘણી વાર જણવ્યું .
શ્રીમદ જણાવેલાં મુમુક્ષુનાં લક્ષણો તપાસીએ તો તે આત્માથી જીવનાં લક્ષણેને ઘણું મળતાં જણાય છે, બંને લગભગ એક જ છે એમ કહી શકાય.
૫૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૮૮, આંક ૨૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org