________________
૮. શ્રીમદની તત્વવિચારણા - પત્રોમાં કરવું. નહિ તો કંઈ પણ નહિ ચિતવતાં સમાધિ કે બધિ એ શબ્દો જ ચિંતવવા
ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત સ્થિતિ રાખવી.”૪૩
અહી જણાવ્યા પ્રમાણે ધ્યાન કરવાથી પરમ કલ્યાણ થાય છે તેમ શ્રીમદે કહ્યું છે. પણ સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ જાય છે, તેથી સત્સંગ તે ચાલુ હોવો જ જોઈએ.
આ ઉપરાંત ધ્યાન કરવાનો લગભગ અહીં જણાવ્યા પ્રમાણેનો બીજો ઉપાય પણ તમણે કેઈન જણાવેલ છે. તેમાં પણ ભગવાનના દિવ્ય સ્વરૂપની ચિંતવના કરવાનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન કરવાથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. “લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાયું નથી એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણદિના બંધ સુગમપણે થાય છે. વળી, ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે અને જ્ઞાન થાય છે. ધ્યાનના આવા વિવિધ લાભ તથા તે કરવાની રીત શ્રીમદ મુમુક્ષુઓને પત્ર દ્વારા જણાવ્યાં હતાં.
સબુત – સશાસ્ત્ર૪૮
સંપૂર્ણ નિર્વિકલ જ્ઞાન ઉત્પન્ન થવા માટે છેવટ સુધી શ્રુતજ્ઞાનનું અવલંબન આવશ્યક છે. પ્રથમથી તેને કોઈ જીવ ત્યાગ કરે તો તે કેવળજ્ઞાન પામે નહિ. કેવળજ્ઞાન સુધી દશા પામવાને હેતુ શ્રુતજ્ઞાનથી થાય છે. જે મૃતથી અસંગતા ઉલ્લસે તે શ્રતને પરિચય કર્તવ્ય છે, કારણ કે જેમણે જગતના સુખની સ્પૃહા છેડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. આ અસંગ ઉપગ તે નિર્વિકલ્પ દશા મેળવવાનું મુખ્ય સાધન છે. આથી ઉત્કૃષ્ટ ભૂમિકા સુધી, બારમાં ગુણસ્થાન સુધી, શ્રુતજ્ઞાનનું અવલંબન લેવાનું જ્ઞાની પુરુએ જણાવ્યું છે. અને જેઓ તેના અવલંબનથી આગળ વધે છે, તેમને તે ઉત્કૃષ્ટ ભૂમિકા પ્રાપ્ત કરવી કઠણ નથી. આ સદ્ભુત એટલે –
શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેના સમસ્ત ઉપદેશ છે, સર્વે રસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સદ્ભુતને પરિચય છે.”૪૫
આમ સઋતને પરિચય એટલે સક્શાસ્ત્રને પરિચય. પણ તે પરિચય શારાના મર્મ જાણવાથી કરવો જોઈએ. કારણ કે –
શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તે સપુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ૬ ૪૩. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, આંક : ૫૯, પૃ. ૧૮૪. ૪૪. એજન, આંક : પ૮, ૧૩૯, ૮૨૪, ૮૨૫, ૯૧૩ વગેરે. ૪૫. “શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૦૮. ૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૮૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org