________________
૯. શ્રીમદ્દની તત્ત્વવિચારણા-પત્રોમાં
*૧
કેાઈ એમ વિચારે કે વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભાગવ્યા પછી નિવૃત્તિ લેવી, પણ તેમ થવું કઠણ છે, કારણ કે જ્ઞાનદશા વિના વિષયનું નિળપણું સંભવે નહિ. વિષયથી તા કબ`ધ થાય છે, એટલે જેને જ્ઞાન છે તેવા પુરુષા પણ પહેલાં વિષય ભાગન્યા પછી વિરક્ત થવું એમ વિચારતા નથી; તે તેમ વિચારે તે તેમને પણ આવરણ આવે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હાય અને તેમાંથી છૂટી શકાય તેવું ન હેાય, તેા જ જ્ઞાની પુરુષા ભાગપ્રવૃત્તિ કરે છે, અને તેમ કરવામાં તેમને સતત પશ્ચાત્તાપ તે વતા જ હોય છે. સામાન્ય જનને તે વિષય આરાધવા જતાં ઘણું કરી વિશેષ બંધ થાય છે. કારણ કે જ્ઞાનીપુરુષા પણ તે પ્રસંગેા માંડ માંડ જીતી શકથા છે, તેા જેને માત્ર પ્રાથમિક દશા હાય તેને માટે વિષય ભાગવતાં ઇન્દ્રિયજય કરવા શકય નથી.
આથી દરેક જીવે પાંચે ઇંદ્રિયના વિષયમાં જાગ્રત રહેવું આવશ્યક છે. વૃત્તિએની પ્રબળતા એવી હોય છે કે તે દરેક પ્રકારે જીવને છેતરે છે. જ્ઞાની જીવને કહે કે “આ પદાર્થનો ત્યાગ કરો ” ત્યારે તેને વૃત્તિ ભુલાવે છે કે “હું બે દિવસ પછી ત્યાગીશ ”, અને એ બે દિવસ લંબાતા જ જાય છે; વૃત્તિ જીતે છે. આમ જીવને શિથિલ કરનાર વૃત્તિએ જ છે. તેથી જે કંઈ ત્યાગવામાં આવે તેમાં શિથિલતા ન આવે તેના ખાસ ખ્યાલ રાખવા જોઈ એ. ત્યાગ કરતી વખતે એવી સગવડતા રહેવા ન દેવી કે જ્યારે તેના જે અથ કરવા હાય તે થઈ શકે.
પાંચ ઇન્દ્રિયાને વશ કરવા માટે વસ્તુઓની અનિત્યતા વિચારવી, તેમાંથી મળતાં સુખ પાછળ દુઃખ છે તે વિચારવું, આમ વસ્તુઓ માટે તુચ્છભાવ લાવવાથી દિયે વશ થાય છે. બાહ્ય છિદ્રા વશ થાય તો સત્પુરુષના આશ્રયથી તે અંતરલક્ષી થઈ શકે છે. બાહ્ય ઇન્દ્રિયા વશ થયા પછી જો સત્પુરુષના આશ્રય ન રહેતા તેને લૌકિકભાવમાં જવાના સંભવ રહે છે. એથી ઇન્દ્રિયજય આવશ્યક છે, પણ તે સત્પુરુષના આશ્રયે રહીને.
વૈરાગ૪૦
સંસારનું સ્વરૂપ વિચારવામાં આવે, તેમાં રહેલાં ભય અને દુઃખ વિચારવામાં આવે તા જીવને તેનાથી નિવૃત્ત થવાના વિચાર આવ્યા વિના ન રહે. જીવને સ*સારથી છૂટવાની થયેલી પ્રાથમિક ઇચ્છા તે વૈરાગ.
સંસારનું સ્વરૂપ વિચારવાથી જેમ વૈરાગ્ય આવે છે તેમ સત્શાસ્ત્ર, સદ્ધર્મ, સદ્ગુરુના સેવનથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. અને આ વૈરાગ્ય સત્પુરુષના સાનિધ્યમાં વિશેષ બળવાન થાય છે. તે વૈરાગ્ય વર્તતા હોય તે ભાગાદિમાં અનાસક્તિ આવે છે, તૃષ્ણા ઘટે છે અને તે દ્વારા જીવનું કલ્યાણ થાય છે. આરંભ અને પરિગ્રહ એ અવૈરાગ્યનાં મૂળ છે, તેના ત્યાગ કરવાના ઉપદેશ જ્ઞાનીઓએ આપ્યા છે. વર્ષો સુધી વૈરાગ્ય કેળવ્યા પછી પણ જે ૪૦. ૮ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, આંક : ૫૦૬, ૫૬૯ વગેરે.
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org