________________
શ્રીમદની જીવનસિદ્ધિ
અજાગૃતિ રાખવામાં આવે તે મેહનીય કર્મ ઉદયમાં આવી વૈરાગ્યને નિષ્ફળ કરે છે. આથી તેને સાચવવા માટે સતત જાગૃતિની આવશ્યકતા છે. વૈરાગ્ય ત્યાગને લાવે છે.
અસગતા ૪૧
આત્માને કેઈના પણ સંગની ઈચ્છા ન રહે તે અસંગદશા. સંપૂર્ણ અસંગદશા તે કેવળજ્ઞાન થયા પછી આવે છે, પણ તેને પરિચય, બાહથી તેમજ અંતરથી, વધારતા જ તે આત્માનું કલ્યાણ કરવાને એક મહત્ત્વને ઉપાય છે. જેમ જેમ અસંગતા વધે તેમ તેમ સંસારક્ષય થાય છે.
આ અસંગતા વધારવા માટે જગતના અન્ય પદાર્થોની સ્પૃહા ઘટાડવી, સલ્ફાસ્ત્રાદિ સલ્કતને પરિચય કરવો, જ્ઞાનીના આશ્રયે રહી તેમની આજ્ઞાએ ચાલવું વગેરે ઉપાય શ્રીમદે બતાવ્યા છે. અસંગતા આવતાં આત્મભાવની વૃદ્ધિ થાય છે. અને આત્મા સંપૂર્ણ શુદ્ધ થતાં પૂર્ણ અસંગતા આવે છે.
ધ્યાન૪૨
ધ્યાનના ચાર પ્રકાર છેઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાંથી શ્રીમદે આર્ત અને રીદ્ર એ બે ધ્યાનને તે સર્વથા ત્યાગવાને જ ઉપદેશ કર્યો છે, કેમ કે તેનાથી કર્મબંધ વિશેષ થાય છે. શુક્લધ્યાન તો બહુ ઉચ્ચ શ્રેણીમાં આવે છે. તેથી આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં તેમણે અસંભવિત ગયા છે. અને મોક્ષમાર્ગને ઘેરી રસ્તો ધર્મધ્યાનથી મળે છે તેની વિચારણા તેમણે કરેલી જણાય છે.
ચોથે ગુણરથાને આવેલો પુરુષ પાત્રતા પામ્ય કહેવાય છે, ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે ગુણસ્થાને મધ્યમ ગૌણુતા છે. છઠું મુખ્યત્વે પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આ દયાન કેવી રીતે કરવું તે વિશે માર્ગદર્શન આપતાં શ્રીમદે લખ્યું હતું કે –
જે પદ્માસન વાળીને કિવા સ્થિર આસનથી બેસી શકાતું હોય, સૂઈ શકાતું હોય તે પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતો હોય તો આંખો વીચી જઈ નાભિના ભાગ પર દૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્યભાગમાં આણી, કપાળના મધ્યભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્ય ભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાખ્યું છે એવો ભાસ લઈ જે રૂપે પાર્શ્વનાથાદિક અહંતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તે ખ્યાલ છાતીના મધ્યભાગમાં કરે. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તે...સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી, સોડ તાણે એકાગ્રતા ચિંતવવી, અહંતુ સ્વરૂપનું ચિંતવન બને તે ૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર અગાસ આવૃત્તિ ૧, આંકઃ ૨૦૧, ૪૩૦, ૫૮૫ વગેરે. ૪૨. એજન, આંકઃ ૫૯, ૬૨. ૪૧૬ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org