________________
શ્રીમદુની જીવનસિદ્ધિ
“દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ' ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા,
જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા.૩૯ આ પ્રકારની પંક્તિઓ આપણને એકવભાવના વિશે પણ મળે છે.
ભરત ચક્રવતી પ્રથમ તીર્થકર ઋષભદેવના પુત્ર અને પહેલા ચકવતી હતા. તેમની કથા અનેક આચાર્યોએ લખી છે. તે બધી કથાઓ ભરતેશ્વરને અરીસાભુવનમાં જ્ઞાન ઊપજ્યું હતું તેમ જણાવે છે. પણ તે માટેના નિમિત્ત વિશે બે કથા-પરંપરા જોવા મળે છેઃ એક પરંપરા અનુસાર, આંગળીમાંથી વીટી નીકળી પડવી તે જ્ઞાનની ઉત્પત્તિ માટે નિમિત્ત હતું, બીજી પરંપરા અનુસાર તેમને કપાળમાં કરચલી જોવા મળી હતી, તેથી શરીરની અનિત્યતા જાણે વૈરાગ્ય ઉત્પન થયા હતા. દિગંબર જૈન સંઘના શ્રી રત્નાકર વર્ણના “ભરતેશવૈભવ”માં તથા બીજી કેટલીક કથાઓમાં કપાળની કરચલીને નિમિત્ત બતાવવામાં આવેલ છે, ત્યારે શ્વેતાંબર જૈન સંઘના કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના “ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર”માં અને બીજા કેટલાક આચાર્યોએ તેમની કથામાં આંગળીમાંથી મુદ્રાનું નીકળી પડવું, તે નિમિત્ત બતાવેલ છે.
શ્રીમદે ભરત ચકવતની કથાનો અહીં આપેલો ભાગ “ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્રના પહેલા પર્વના છઠ્ઠા સર્ગના અંતભાગ ઉપરથી લીધે લાગે છે. તેથી મુદ્રાને પ્રસંગ આપેલ છે. મુખ્ય પ્રસંગ એ કથા અનુસાર વર્ણવે છે. પણ તેને રજૂ તો કર્યો છે પોતાની જ રીતે. તેથી જ તે વિશેની સુંદર વિચારણા તથા ચક્રવતીનો વૈભવ તેમણે એક સળંગ દીર્ઘ વાક્યમાં રજૂ કર્યા છે. કથાની શરૂઆતમાં એ વૈભવનું વર્ણન આપ્યું છે. આ વર્ણન સંસ્કૃત પદ્ધતિ અનુસાર છે. આ વર્ણન તેઓ લગભગ દોઢ પાના જેટલું લાંબું, પણ સરળ ભાષામાં વાક્ય રચીને, કરે છે. તેમની શૈલીના એક સુંદર નમૂના તરીકે એ જેવું ઉચિત છે –
જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા, જેની ગજ શાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝલી રહ્યા હતા, જેના અંતપુરમાં નવયૌવન સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્રગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષમી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવદેવાંગનાઓ અધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાનાં પ્રકારનાં ષટ્રસ ભેજનો પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કમળ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયને કરનારી વારાંગનાઓ તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટચેટક હતાં, જેની યશકીતિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી, જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હત; અથવા જેના વેરીની ૩૯. “શ્રીમદ્ રાજચંદ્ર, અગાસ આવૃત્તિ ૧, ૫ ૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org