________________
શ્રીમદની સિદ્ધિ વળી, જે જે સંગે – મિશ્રણ દેખાય છે તે તે સર્વ અનુભવ સ્વરૂપ આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં, કોઈ પણ સંગ એ જણાતું નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય. તેથી કેાઈ સાગથી ઉત્પન્ન ન થયેલે એવો આત્મા નિત્ય છે. બીજી રીતે જોઈએ તો ચેતનમાંથી જડની ઉત્પત્તિ થતી હોય કે જડમાંથી ચેતનની ઉત્પત્તિ થતી હોય એવો અનુભવ કયારેય કેઈને પણ થયા હોય તેમ જણાયું નથી. તેથી શ્રીમદ કહે છે કે –
કઈ સંયોગથી નહિ, જેની ઉત્પત્તિ થાય
નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય.” ૬૬ અહીં તપૂર્ણ દલીલથી શ્રીમદ્દ સમજાવે છે કે, જેની ઉત્પત્તિ કેઈસાગથી થઈ ન હાય, તેના નાશ પણ કૈઈ દ્રવ્યમાં ન થાય, અર્થાત્ તેનું કોઈ દ્રવ્યમાં રૂપાંતર પણ નથી થતું, તેથી જણાય છે કે આત્મા એ નિત્ય એ પદાર્થ છે. આ કથનની પુષ્ટિ અર્થે ઉદાહરણ આપ્યું છે કે –
“ ફોધાદિ તારતમ્યતા, સર્પાદિકની માંય;
પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય.” ૬૭ સર્ષમાં જેમ જન્મથી જ ફોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવામાં જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિમાં ભયસંજ્ઞા વિશેષ જોવામાં આવે છે, અન્યમાં અન્ય લક્ષણની વિશેષતા જોવામાં આવે છે, એટલે કે સર્વ જીવમાં ક્રોધાદિનું તરતમપણું જોવામાં આવે છે, તેમ થવાનું કારણ પૂર્વજન્મના સંસ્કાર જ સંભવે છે. અને પૂર્વભવની સિદ્ધિથી આત્માની નિત્યતા સિદ્ધ થાય છે.૫૫
નિશ્ચયથી જોઈએ તે આમ આત્મા નિત્ય છે, છતાં બાહ્યથી જોતાં તેનું અનિત્યપણું જ જણાય છે તેના ખુલાસારૂપે શ્રીમદ્ લખ્યું છે કે –
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.” ૬૮ આત્મા વસ્તુપણે નિત્ય છે, પણ જ્ઞાનાદિ પરિણામના પલટાવાથી તેના પર્યાયનું સમયે સમયે પલટાવાપણું થાય છે, જેમ કે બાલ અવસ્થામાં આત્મા બાળક જણાય છે, યુવાનીમાં તે યુવાન જણાય છે, વૃદ્ધાવસ્થામાં તે વૃદ્ધ જણાય છે. પણ તે ત્રણ અવસ્થામાં આત્મા ચેતનદ્રવ્યરૂપે તે એક જ છે, તે તેનું નિત્ય છે. આમ નિશ્ચય અને વ્યવહારથી આત્માના નિત્યત્વ વિશેની દેખાતી ભિન્નતાને શ્રીમદે સ્યાદવાદશૈલીથી યથાર્થ સમજાવી છે. આ વિશે શ્રી યશોવિજયજીએ લખ્યું છે કે – ૫૫. આ દાહરે શ્રીમદ્ વિસ્તારથી સમજાવ્યો છે; જુઓ “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ
આવૃત્તિ ૧, પૃ. ૫૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org