________________
૭. પ્રકીર્ણ પદ્ય-રચનાઓ
લોકપ્રિય નથી, તેમ થવામાં આ કાવ્યની કઠિન ભાષા તથા પહેલામાં આપેલા તત્ત્વની પુનરુક્તિ અને આ કાવ્યની અપૂર્ણતા કારણભૂત હોય તેમ લાગે છે. “આતમ ભાવના... ૩૩
કેવળજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય સૂચવતી એક કાવ્યમય પંક્તિ શ્રીમદ્દ વિ. સં. ૧૯૪ત્ના આસો વદમાં શ્રી ભાગભાઈને લખી હતી. આ પંક્તિ છે –
“આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” પિતાના આત્મામાં જ રહેતા, આત્માની ભાવના જ ભાવ્યા કરતે જીવ પિતાના સ્વરૂપની શુદ્ધતા મેળવતે મેળવતે અંતમાં કેવળજ્ઞાન મેળવે છે. પોતાના સ્વરૂપમાં જ રહેવું તે મેક્ષ મેળવવાને ઉત્તમ ઉપાય છે તેમ અહીં જણાવ્યું છે. આ પંક્તિનું વારંવાર રટણ કરવાથી ઘણું લાભ થાય અને તેમાં મંત્ર જેવી શક્તિ છે એમ શ્રી લલ્લુજી મહારાજ ઘણી વખત કહેતા હતા. “દૃષ્ટિભેદ ભિન્ન ભિન્ન મતદશન૩ ૪
બાવીસ વર્ષની વયે લખેલા બાર પંક્તિના આ કાવ્યમાં શ્રીમદ્દે જગતમાં પ્રવર્તતા જુદા જુદા મતભેદો દષ્ટિભેદને લીધે થયા છે તે બતાવ્યું છે. દેહરામાં રચાયેલું કાવ્ય બાર પંક્તિ પછીથી અપૂર્ણ રહેલ છે.
આ કાવ્યમાં ભિન્ન ભિન્ન મત જણાવી, આત્મકલ્યાણ કરવા શું કરવું જોઈએ તે જણાવતા મૂળમાર્ગ પણ બતાવ્યો છે. તેમાં શ્રીમદે લખ્યું છે કે –
પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર,
અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર » આમ મૂળમાર્ગ પામવા માટે અનુભવી ગુરૂને બોધ આવશ્યક ગણાવ્યું છે. તે ગુરુનાં લક્ષણ બતાવતાં શ્રીમદ્દ લખે છે કે –
ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ,
તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જેય.” જેને મહને નાશ થયે હોય અને આત્મસ્થિરતા આવી હોય તેને તેમણે અનુભવી ગરનાં લક્ષણ ગણાવ્યાં છે. આ ઉપરાંત મિથ્યાત્વની ગ્રંથિ છૂટી ગઈ હોય, પરિગ્રહાદિથી રહિત હોય તેવાં લક્ષણ પણ અહીં બતાવ્યાં છે. સદગુરુનાં આવાં લક્ષણે “ આત્મસિદ્ધિ”ના દસમા દોહરામાં પણ બતાવ્યાં છે. જુઓ –
૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૩૮૭, આંક ૪૭૪. ૩૪. એજન પૃ. ૧૯૬, આંક ૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org