________________
૮. શ્રીમદની તથવિચારણ-પત્રમાં
જીવના દોષ૨૦
જીવને ક્ષમાગ ન મળવા માટે મુખ્યત્વે ચાર કારણે છેઃ સ્વછંદ, અજ્ઞાન, અભિનિવેશ અને અભિમાન. આ ચારે કારણે વિશે શ્રીમદે પોતે લખેલા પત્રમાં વારંવાર ચર્ચા કરી છે, તે વિશે અભિપ્રાય પણ આપેલ છે.
| સ્વરછંદ એટલે કે પિતાને રુચે તે અનુસાર ચાલવાની વૃત્તિ, બીજા કોઈ કહે તેમ નહિ, જ્ઞાનીની આજ્ઞાએ નહિ, પણ પોતાની રુચિ અનુસાર ચાલવું તે સ્વછંદ છે. અનાદિ કાળથી જીવ સ્વરછંદથી જ વર્તતે આવ્યો છે, એટલે તેને માર્ગની પ્રાપ્તિ થઈ નથી. માર્ગ ન મળવાનું સૌથી બળવાન કારણ સ્વછંદ છે. તે જાય તે જીવના અન્ય દેશે પણ જાય છે. જીવમાં સ્વછંદ હોય તો તેને જ્ઞાનીની ઓળખાણ થતી નથી, અને ઓળખાણ થાય તો તેની આજ્ઞા અનુસાર વતી શકતો નથી, પરિણામે જીવનું સંસાર-પરિભ્રમણ થયા જ કરે છે. જે સંસારના દુઃખથી અને પરિભ્રમણથી છૂટવું હોય તે સ્વછંદને ત્યાગ કરવો જોઈએ. સ્વછંદ, જ્ઞાનીની ઓળખ કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલવાથી મટે છે. સ્વચ્છેદ જતાં માર્ગ મળે છે, મુમુક્ષતા આવે છે, જ્ઞાની માટે અહોભાવ જાગે છે, ભવભ્રમણ જાય છે, વગેરે લાભ થાય છે. આમ શ્રીમદ્ સ્વછંદ છોડવા ખૂબ ભારપૂર્વક જણાવ્યું છે.
જીવનો આવો બીજો મોટો દોષ છે તે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે જ્ઞાનરહિત દશા નહિ, પણ મિથ્યાત્વ સહિતનું જ્ઞાન. જે મિથ્યાત્વ જાય તે જીવને સમ્યજ્ઞાન થાય અને તેનું અજ્ઞાન માટે. આ અજ્ઞાનને લીધે, જીવનું સંસારમાં પરિભ્રમણ થયા કરે છે. તેથી અજ્ઞાન એ કલ્યાણના માર્ગમાં અંતરાયરૂપ છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જેવું, અલ્પારંભ, અ૮૫ પરિગ્રહ, જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ – એ બધાં સાધનો જ્ઞાનીની આજ્ઞાએ કરવાથી અજ્ઞાનથી નિવૃત્તિ થાય છે, તે વિશે શ્રીમદે લખ્યું છે કે –
“જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈરછાએ એટલે આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.”૨૧
આ જ કારણે વિચારવાન જીવને અજ્ઞાન સિવાય બીજા કોઈનો ભય હોય નહિ, અને તે અજ્ઞાન-પરિષહની નિવૃત્તિ કરવાને પ્રબળ પુરુષાથી હેય. સત્સંગ, સપુરુષને રોગ વગેરે અજ્ઞાન ટાળવાનાં બળવાન નિમિત્ત છે.
જીવને માર્ગ ન મળવામાં આવું ત્રીજું કારણ છે અભિનિવેશ. અભિનિવેશ એટલે આસક્તિ. જીવ આત્મા સિવાયના દેહ, પુદગલ, ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, સત્તા, અન્ય માન્યતા વગેરેને વિશે આસક્તિ રાખે છે તે અભિનિવેશ છે. અભિનિવેશ બે પ્રકારે છેઃ લૌકિક અને શાસ્ત્રીય. બાહ્ય પદાર્થો, દેહ ઈત્યાદિમાં આસક્તિ હેવી તે લૌકિક અભિનિવેશ છે. આ સર્વેમાં આસક્તિ ઓછી કરી, મમતા ઘટાડી વર્તવાથી ગુણોને ઉદય થાય છે.
૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંકઃ ૬૯૬, ૨૫૪, ૪૪૯, પરર, પ૯૭, ૬૫૮ વગેરે. ૨૧. “ શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org