________________
૪૩૦
શ્રીમદની જીવનસિદ્ધિ
જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી તેમ જ અસદૈવ, અસદ્દગુરુ તથા અસધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકન્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી-કષાય” સંભવે છે. અથવા જ્ઞાનીનાં વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇછતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી” હોવા યોગ્ય છે.૧૯
જે કષાયથી અનંત-સંસાર વધી જાય તે અનંતાનુબંધી કષાય. અને એ અનંતસંસાર કઈ રીતે વધે તે શ્રીમદ્દ ઉપરના અવતરણમાં સ્પષ્ટ બતાવ્યું છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થાય ત્યારે જ સમતિ થાય છે. સમતિ થાય ત્યારે અનંતાનુબંધી કષાય ઉદયમાં નથી હોતો, પણ તે ચારેની પ્રત્યાખાની, અપ્રત્યાખાની અને સંજવલન એ ત્રણ પ્રકૃતિ બાકી હોય છે. આ ચારેની તરતમતા અનુસાર આ વિભાગ કરવામાં આવ્યા છે. સૌથી વધુ તીવ્ર કષાય તે અનંતાનુબંધી અને સૌથી મૃદુ કષાય તે સંજવલન. સંજવલનમાં સૂક્ષ્મ પ્રકારનાં કંધિ, માન, માયા અને લાભ હાય છે.
આ કષાય હોવાથી જીવને કર્મબંધન થયા કરે છે. વળી, રાગ અને દ્વેષ એ કષાયનું જ એક રૂપ છે. ઈછની પ્રાપ્તિ કે અનિષ્ટના વિરોગથી રાગ અને અનિષ્ટની પ્રાપ્તિ તથા ઈષ્ટના વિયેગથી શ્વેષભાવ થાય છે, તે કષાય છે. કષાય હોવાથી જીવ સાચું સુખ મેળવી શકતે નથી, એટલું જ નહિ તેનું સંસારમાં પરિભ્રમણ પણ વધી જાય છે. આથી કષાય એ ઘણી અનિષ્ટ વસ્તુ છે.
આ કષાયનું સ્વરૂપ સમજાવી શ્રીમદે તેનાથી નિવૃત્ત થવાને બોધ અનેક જગ્યાએ કર્યો છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વગેરેથી છૂટવાને બોધ શ્રીમદે અને બીજા જ્ઞાનીઓએ કર્યો છે. આ કષાયની મંદતા જીવને સદગુરુની આજ્ઞાએ પ્રવર્તતાં ઝડપથી થાય છે. ગૃહસ્થાવાસમાં પણ ન્યાયસંપન આજીવિકા આદિ વ્યવહાર કરવામાં આવે તે કષાયની મંદતા આવે છે, અને સાથે સાથે જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય તો તેથી પણ કષાયની વિશેષ મંદતા થાય છે. દીક્ષા લીધી હેય તે ત્યાં પણ કષાયની મંદતા કરવી તે લક્ષ હા જોઈએ. કષાયની મંદતા આવે ત્યારે જ દીક્ષાપણું સફળ થાય છે, કારણ કે અનંતાનુબંધી કષાયની ચેકડી તૂટે ત્યારે જ સમતિ – આત્માનુભવ થાય છે. અને સંપૂર્ણ કષાયરહિત સ્થિતિ તે મોક્ષ, તે પણ કમે કરીને મળે છે.
સદેહે પણ સંપૂર્ણ કષાયરહિત થઈ શકાય છે. પણ તેવા છે તે વિરલા જ હોય છે. પર્વોપાર્જિત કર્મને લીધે દેહુ હોય છે, પણ કષાયરહિત થતાં ચારે કષાયની ચારે પ્રકૃતિ નાશ પામ્યા પછી પણ દેહાદિ રહે છે, અને તે સ્થિતિમાં જીવન કષાયરહિત સ્થિતિ હોય છે. તે કષાયરહિત સ્થિતિ અંદરની વસ્તુ હોવાથી કેટલીક વાર અન્ય જીવોના ખ્યાલમાં પણ ન આવે, કારણ કે સંજવલન પ્રકૃતિ એટલી બધી સૂક્ષમ છે કે તે સમજવા સામા જીવની પણ એટલી જ પાત્રતા જોઈએ.
૧૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, . ૨૩૭. અગાસ આવૃત્તિ આંક ૬૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org