________________
છે. પ્રકીર્ણ પણ-રચનાઓ આની સાથે “મોક્ષમાળા” ના “અમૂલ્ય તત્ત્વવિચાર”ની નીચેની પંક્તિઓ સરખાવેઃ
“હું કેણ છું ? ક્યાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું?
કેના સંબંધે વળગણ છે ? રાખું કે એ પરિહરું ?” આ પ્રશ્નોના જે સમાધાનકારક ઉત્તર ન મળે તે શંકા અને સંતાપ વેઠવાં પડે છે. જ્ઞાન થાય ત્યારે જ શંકા જાય છે. આ જ્ઞાન મેળવવા “પ્રભુભક્તિ” ને ઉત્તમ સાધન ગણાવતાં ત્રીજા વિભાગમાં કહે છે કે –
પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. અહીં જણાવ્યા પ્રમાણે ગુરુની પ્રાપ્તિ થવી તે પણું પ્રભુ મેળવવા માટેનું ઉત્તમ નિમિત્ત છે. ગુરુ મેળવવા હોય તે સાચો વૈરાગ્ય કેળવવું જોઈએ, અને આ વૈરાગ્ય તે પૂર્વનું ભાગ્ય હોય, કે સત્સંગ હોય કે સાંસારિક દુઃખ હોય તે જ આવે છે. આમ તબદ્ધ રીતે પૂર્ણ માર્ગ પામવા માટે ગુરુની તથા વૈરાગ્યની આવશ્યક્તા શ્રીમદ્ બતાવી છે.
વળી, મૂળ પ્રશ્નો ભૂમિકારૂપે પહેલા ત્રણ વિભાગમાં રજૂ કરી તેનું સમાધાન તથા સમજણ પછીના બે વિભાગમાં શ્રીમદ્ રજૂ કર્યા છે. અને તે એટલા સંક્ષેપમાં છે કે તે સમજવા માટે ઊંડી વિચારણાની જરૂર પડે છે.
ચાથા વિભાગની શરૂઆતમાં તેઓ જણાવે છે કે સર્વ દશનાએ પોતપોતાની રીતે પરમામતરવને જ ગાયું છે, સાથે સાથે સંસારત્યાગ તથા પ્રભુભક્તિ સમજાવ્યાં પણ છે. તેમાંની સ્યાદવાદશૈલી – જૈન દર્શન– ઉત્તમ છે. તે માટે શ્રીમદ્દ લખે છે કે –
“મૂળ સ્થિતિ જે પૂછે મને, તો સાંપી દઉં યોગી કને,
પ્રથમ અંત ને માથે એક લોકરૂપ અલેકે દેખ. ” અહી શ્રીમદ્ કહે છે કે “મૂળ સ્થિતિ” એટલે કે લોકના સ્વરૂપ વિશે મને જે પૂછવામાં આવે તે હું એમ જ કહું કે જે યેગીએ – આત્મસ્વભાવનું ચુંજન થયું છે તેવા જ્ઞાની પુરુષે પોતાના જ્ઞાનમાં જોયું છે તેમ જ છે. તે સર્વજ્ઞપુરુષે એ પ્રમાણે જોયું છે કે –
“અનંતાનંત અલોકાકાશ કે જેમાં એકલું આકાશદ્રવ્ય વ્યાપ્ત છે, તેની મધ્યમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યના સમૂહરૂપ લેક પુરુષાકારે રહ્યો છે. અને તે આદિ, મધ્ય અને અંતમાં એટલે કે ત્રણે કાળમાં એ જ રૂપે રહેવાને છે.”૩૬
આમ ઉપરની પંક્તિ સમજાવતાં શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે. - ૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર” કાવ્ય-અમૃત-ઝરણાં, પૃ. ૯૪.
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org