________________
શ્રીમદની જીવનસિદ્ધિ આ વચન પરથી જણાય છે કે “હરિને બદલે “પ્રભુ” શબ્દ મૂકવાની આજ્ઞા શ્રીમદ્દે જ કરી હતી.
વીસ દેહરાના આ કાવ્યમાં સાચા ગુરુની પ્રાપ્તિ વિના જીવની કેવી દશા થાય છે, તથા તેવા જીવમાં કેવા કેવા દે રહી જાય છે તેનું વર્ણન શ્રીમદે કર્યું છે.
શુદ્ધ ભાવ, નમ્રતા, પ્રભુ પ્રત્યેને દઢ વિશ્વાસ, સત્સંગ આદિ અનેક શુભ ગુણ ના હોવાથી તથા બાહ્ય પદાર્થ પર રાગ, અહંભાવ આદિ દુર્ગણે હોવાથી શી દશા થઈ છે તે ૧૫ થી ૧૭ એ ત્રણ દેહરામાં શ્રીમદે બતાવ્યું છે. જુઓ -
અનંત કાળથી આથશે, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામીઓ, ઊગે ન અશ વિવેક સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય;
સત્ સાધન સમયે નહીં ત્યાં બંધન શું જાય?” અહીં દર્શાવ્યા પ્રમાણે સંતને આશ્રય લીધા વિના અભિમાનથી અનેક પ્રવૃત્તિઓ કરી, પણ તે સર્વ ભવભ્રમણ કરાવનાર બંધનરૂપ નીવડી. બધા દોષને દોષરૂપે ન જેવાથી સાચું સાધન સમજાયું નહિ, તેથી બંધનમુક્તિ તે ક્યાંથી જ થાય? - આ બધા દોષથી મુક્તિ મેળવવા, કેવળ કરુણામૂર્તિ પ્રભુને પોતાને હાથ ગ્રહી, સર્વ દોષ માફ કરવા તથા ભવપાર ઉતારવાની પ્રાર્થના કરતાં તેઓ વીનવે છે કે –
પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ
સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.” આ કાવ્યમાં શ્રીમદે પ્રભુ પ્રત્યેને સર્વસમર્પણભાવ દર્શાવ્યું છે. એ ભાવ ન હતું ત્યાં સુધી કેવા કેવા દોષ પ્રવર્તતા હતા તેનું આલેખન શરૂઆતમાં કર્યું છે, અને તેની સામે મધ્યભાગમાં પ્રભુના ગુણે મૂક્યા છે. અંતમાં પ્રભુ જેવા ગુણે મેળવવા માટે સર્વ સમર્પણભાવ આપવાની વિનંતિ કરાઈ છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈનાં પદોમાં જોવા મળતે સમર્પણભાવ અહી વ્યક્ત થયેલ છે. અહીં પ્રેમલક્ષણા ભક્તિ નથી, પણ ભગવાન પાસે ભક્તનું દીનત્વ પ્રગટ થયું છે; સર્વશક્તિમાન પાસે સ્વદોષ દર્શાવી તેનું પ્રાયશ્ચિત્ત કર્યું છે.
આ કાવ્યની ભાષા ખૂબ સરળ અને ભાવવાહી છે. તે દોહરા બેલતી વખતે બેલનારને પણ પોતાના દોષ પ્રત્યક્ષ થાય અને થયેલા વૈષ માટે પશ્ચાત્તાપ થાય તેવા અસરકારક છે છે. શબ્દો એટલી સરળતાથી ભાવ વ્યકત કરે છે કે આ કાવ્યના ભાવ સાથે ઓતપ્રોત બની જવું સુગમ છે. “મોક્ષમાળા”ના “ક્ષમાપના "ના પાઠ જેવું જ મનનોગ્ય આ કાવ્ય છે. અને તેથી ઘણી જગ્યાએ નિત્યનિયમમાં આ કાવ્ય બેલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org