________________
૭. મફીણુ` પદ્ય-રચનાએ
૪૧૧
આ કાવ્યનું બીજી દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે. તેનું પઠન અને મનન સાચા દિલથી કરવામાં આવે તે અનેક લબ્ધિ અને સિદ્ધિ પ્રગટે તેવુ સામર્થ્ય તેમાં છે, તેમ શ્રી લલ્લુજી મહારાજ અનેક વખત કહેતા. તેમાં જણાવેલ ભાવેા પ્રગટે તે જન્મમરણના ફેરા ટળી જાય, આત્માની વિશુદ્ધિ થાય, મેાક્ષમાર્ગ મળે અને અન્ય અનેક લાભા થાય. આમ મેાક્ષમાર્ગ મેળવવાના પાયારૂપે આ કાવ્ય ગણી શકાય, અને તેથી જ તેનું મહત્ત્વ જેટલુ* આંકીએ તેટલુ આધુ' છે. તેની અમૂલ્યતા પ્રભુશ્રીને સમજાઈ હતી, અને તેથી જ જે કાઈ મુમુક્ષુ કલ્યાણની ઇચ્છાથી તેમની પાસે આવતા તેને આ કાવ્યના વાચન-મનનની ભલામણ તેઓ કરતા, અને એવા ભાવા પ્રગટાવવા પુરુષાથી થવા જણાવતા. અને તે ભલામણુ જેએ અંતરમાં ઉતારે તેમના કર્મની ક્રોડ ખપે છે તેવી તેમને પ્રતીતિ હતી. આમ આ કાવ્યનું મૂલ્ય આધ્યાત્મિક દૃષ્ટિએ આંકી શકાય તેમ નથી.
અતિમ સંદેશા’૪૭
વિ. સ’. ૧૯૫૭ ના ચૈત્ર સુદ ૯ના રાજ, એટલે કે પાતાના અવસાન પહેલાં માત્ર દસ દિવસે, શ્રીમદ્ આ કાવ્ય લખાવ્યું હતું. તે વખતે તેમને એટલી બધી અક્તિ પ્રવર્તતી હતી કે જાતે લખી શકે તેવી સ્થિતિ ન હતી.
આ કાવ્યમાં યાગીની ઇચ્છા – મેાક્ષપદની ઇચ્છા – બતાવી છે. તે મેાક્ષપદ કેવુ છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય અને તે માટે આત્માની કેવી ચેાગ્યતા હાવી જોઈએ તે અહી' શ્રીમદ્દે બતાવ્યું છે. જિનસ્વરૂપ એટલે કે આત્માની પૂર્ણ શુદ્ધતા યાગીજન ઈચ્છે છે. અગમ્ય જણાતા તે આત્મસ્વભાવ જૈનધર્મમાં બતાવ્યા છે તે પ્રમાણે
66
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનેા કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ’
શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિએ જોતાં જિનના કે અન્ય કાઈ ના આત્મા એકસરખા જ છે. અને તે સમજાવવા માટે જ શાસ્ત્રોની રચના થઈ છે. આ શાસ્ત્રો ગમે તે વાંચે તે જલદ્દી સમજી શકાય તેવાં નથી, પણ સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સમજતાં તે સુગમ અને સૂખની ખાણ સમાન છે. આમ શ્રીમદ્ સદ્ગુરુ-માહાત્મ્ય બતાવ્યા પછી જિનચરણની અતિશય ભક્તિ કરવાથી થતા લાભ છઠ્ઠા દોહરામાં કહે છે કેઃ——
Jain Education International
66
ગુણુ પ્રમાદ અતિશય રહે, રહે. અંતર્મુખ યાગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયાગ.
આ કાવ્યમાં સદ્ગુરુપ્રાપ્તિ તથા જિનભક્તિ ઉપરાંત જીવની પાત્રતાને વિશેષ જરૂરી તત્ત્વ ગણાવ્યુ' છે. આર'ભમાં પહેલાં એનુ. મહત્ત્વ બતાવ્યું છે, અને પછી પાત્રતા અંગે જીવના ઉત્તમ, મધ્યમ અને પ્રાથમિક એ ત્રણ ભાગ પાડી પ્રત્યેકનાં લક્ષણ ત્રણ દોહરામાં સમાવ્યાં છે. પહેલાં પ્રાથમિકનાં, પછી મધ્યમનાં અને અંતમાં ઉત્તમ પાત્રનાં લક્ષણેા ૪૭. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૯, આંક ૯૫૪.
""
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org