________________
૮. શ્રીમની તવિચારણા-પત્રોમાં
૪૧
આ જ અભિપ્રાયને થાડા વિસ્તારી આપણે શ્રીમદ્ માટે કહી શકીએ કે તે ક્રમે ક્રમે કાઈ પણ ધર્મના આગ્રહ રાખવામાંથી મુક્ત થઈ ગયા હતા. શ્રીમદ્દે કરેલી આ વિચારણા વાંચ્યા પછી સૌ કોઈ મેાહનલાલ દલીચંદ દેસાઈની જેમ કહેવા પ્રેરાય કેઃ
“પાતે કવિ તરીકે ઓળખાયા પણ ખરી રીતે પ્રધાનપણે કવિ નહિ, પણ ફિલસૂફ હતા. ’૩
શ્રીમદ્ કરેલી વિચારણા જાણવી સુગમ પડે એ હેતુથી એક એક વિષય લઈને તેના વિશેના શ્રીમના વિચાર। અહી એકત્ર કર્યા છે. એક એક પત્રની વિચારણા તપાસતાં તેના ખ્યાલ આવી શકે તેમ ન હેાવાથી, ઉપરની ચેાજના વિશેષ અનુકૂળ લાગે છે,જ તેમણે વિચારેલા જુદા જુદા વિષયા જોઈએ.
દુ:ષમકાળપ
હાલમાં વર્તતા કાળ તે દુઃષમ છે એમ શ્રીમદ્ અનેક પત્રોમાં જણાવ્યુ` છે. મહાવીર પ્રભુએ આ કાળને “પ`ચમકાળ ” તરીકે અને વ્યાસ મુનિએ “કળિયુગ ” તરીકે ઓળખાવેલ છે. આ ઉપરાંત ખીજા અનેક જ્ઞાનીઓએ પણ હાલમાં વતા કાળને અનિષ્ટ કાળ ગણાવ્યા છે. મહાવીર પ્રભુ, વ્યાસ મુનિ તથા અન્ય જ્ઞાનીઓએ આ કાળને અનિષ્ટ શા માટે કહ્યો છે તે બતાવવા તે કાળનાં કેટલાંક લક્ષણા પણ શ્રીમદ્ બતાવ્યાં છે, અને આ કાળને દુઃખમ કહ્યો છે.
અને
જૈનદર્શન અનુસાર, અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બે વિભાગથી એક કાળચક્ર થાય છે. અવસર્પિણીમાં ધીરે ધીરે અનિતા વધતી જાય છે, અને ઉત્સર્પિણીમાં તે અનિષ્ટતા ઘટતી જાય છે. હાલમાં અવસર્પિણી કાળ ચાલે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છ આરા હોય છે. અવસર્પિણીમાં પ્રત્યેક આરાનું કાળપ્રમાણ નાનું થતું જાય ઉત્સર્પિણીમાં તે મેાટુ' થતું જાય છે. અવસર્પિણીમાં પહેલા આરા ચાર કાડાકા સાગરના, બીજો ત્રણના, ત્રીને એના, ચાથા ૧ કડાકાડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ આછાના, પમે ૨૧૦૦૦ વર્ષના અને છઠ્ઠો પણ ૨૧૦૦૦ વર્ષના હોય છે, ઉત્સર્પિણીમાં આથી ખરાખર ઊલટુ કાળપ્રમાણુ હાય છે. પહેલે છઠ્ઠા પ્રમાણે, બીજો પાંચમા પ્રમાણે, વગેરે. હાલમાં અવસણીના પાંચમે આરા ચાલે છે. અને તેનાં લક્ષણા મહાવીર પ્રભુએ તથા અનેક આચાર્યએ જણાવ્યાં છે. એ જ પ્રમાણે વેઢાંતમાં સત્યુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગ એમ ચાર વિભાગ છે. તેમાં પણ એક એક યુગે સદ્ગુણ્ણાના લાપ થતા જાય છે. તેના પ્રમાણે હાલમાં કળિયુગ ચાલે છે, અને તેનાં લક્ષણા પ`ચમકાળનાં મતાવેલાં લક્ષણેાને ઘણાં મળતાં આવે છે.
૩. “ જૈન સાહિત્યને સાક્ષિપ્ત ઇતિહાસ
પૃ. ૭૧૧,
૪. આ વિચારણામાં તેમના સ્વતંત્ર લેખા, કાવ્યા કે અન્ય કૃત્તિમાં આવતી વિચારણા, જે અન્ય સ્થળ જોવાઈ ગયેલ હોય તેના સમાવેશ થતા નથી. તેમ છતાં વિશાળ દષ્ટિએ જોતાં તેમની સાહિત્યિક કૃતિઓમાં જે તત્ત્વદર્શીન છે તે જ આ પત્રામાં અન્યરૂપે મુકાયેલું જોઈ શકાશે. 4. " શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પત્રાંક : ૧૨૬, ૧૭૬, ૨૩૮, ૩૯૮, ૪૨૨ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org