________________
४२४
શ્રીમદની જીવનસિદ્ધિ આથી શ્રીમદ્દ સંસારથી ખૂબ કંટાળેલા હતા, અને તેનાથી નિવૃત્તિ ઇચ્છતા હતા. આમ છતાં સંસારમાં રહેવા માટે એક સ્થિતિ તેમને અનુકૂળ લાગી હતી, તે વિશે તેમણે લખ્યું છે કે –
જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહિ.” ૧૦ આ રીતે રહેવું કેટલું કઠિન છે?
સુખદુ:ખ૧૧
સર્વ જ્ઞાનીઓએ સંસારને દુઃખમય અને આત્માના અનુભવોને સુખમય ગણાવ્યા છે. આ જ જાતને અભિપ્રાય શ્રીમદ્દે પણ તેમના પત્રોમાં વારંવાર વ્યક્ત કરેલ જણાય છે; સંસારના સ્વરૂપની કે અન્ય વિચારણા કરતી વખતે આ અભિપ્રાય આપેલો જણાય છે.
પ્રત્યેક જીવ જન્મ, જરા, મરણ વગેરેના દુઃખ સાથે બીજા અનેક દુઃખ પણ ભગવે છે. કેઈને શરીરનો વ્યાધિ હોય છે, કેઈને ધનનું, કોઈને મનનું, કોઈને કુટુંબનું, કેઈને સ્નેહીનું એમ કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ હોય જ છે, કઈ જ જાતનું દુઃખ ન હોય તેવા કેઈ જીવ સંસારમાં છે જ નહિ. દરેક જીવ સુખને ઈચ્છે છે, છતાં આમ કઈ ને કેાઈ જાતનું દુઃખ તે શા માટે ભોગવે છે? એ પ્રશ્નને વિચાર શ્રીમદે બહુ ઊંડાણપૂર્વક કરવા જણાવ્યું છે. જીવ સાચા સુખને સમજ્યા વિના સુખ મેળવવા ફાંફાં મારે છે તેથી દુઃખ પામે છે; માટે પરમાર્થ-માગે જવાની શ્રીમદ્દ ભલામણ કરે છે, કારણ કે ત્યાં જ સાચું સુખ છે.
પરમાર્થ-માર્ગ તરફ વળ્યા પછી, જ્ઞાન થયા પછી નવાં કર્મ બહુ ઓછાં ઉપાર્જન થાય છે. પણ જ્ઞાન થયા પહેલાં જે કર્મ ઉપાર્જન કર્યા હોય તેને પરિણામે જ્ઞાન થયા પછી પણ દુઃખ, અશાતા, વેદનાને ઉદય આવે છે, જે ઉદય બાહ્યથી અજ્ઞાની જેવો જ દેખાય છે. પણ તે બંનેના ભેગવવામાં ફેર હોય છે. જ્ઞાનીને સુખ અને દુઃખ બંનેમાં સમભાવ હોય છે; સાતા વેદનીથી હર્ષ અને અસાતા વેદનીથી તેને શોક થતું નથી ત્યારે અજ્ઞાનીને તે બંને થાય છે, અને તેમાંથી નવાં કર્મ બાંધે છે. તે ભગવતી વખતે જ્ઞાનીને જૂનાં કર્મની નિર્જરા થાય છે અને અજ્ઞાનીને જૂનાં કર્મની નિર્જરા સાથે નવાં કર્મને બંધ થાય છે. આ સુખદુઃખની અવસ્થામાં જ્ઞાનીનું વર્તન કેવું હોય તે જણાવતાં શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે :
૧૦. “શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ, ૫, ખંડ ૨, પૃ. ૩૭. ૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પત્રાંક : ૧૯૪,૪૮૭, ૫૬૨, ૬૦૩, ૯૧૬ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org