________________
શ્રીમદની જીવનસિદ્ધિ
શ્રીમદ્દે પાતે મુમુક્ષુઓને લખેલા પત્રમાં મુખ્યત્વે ધર્મને લગતી તત્ત્વવિચારણા કરી છે અને કેટલીક વખત મુમુક્ષુઓએ પૂછાવેલા તત્ત્વના પ્રશ્નોના ઉત્તરા આપ્યા છે તે આપણે જોયું. આ વિચારણા જુદા જુદા મુમુક્ષુઓને અને જુદે જુદે સમયે લખાયેલા પત્રરૂપે છે, તેથી એક પત્રમાં જુદા જુદા મુદ્દાઓની, અને એક મુદ્દાની જુદા જુદા પત્રોમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિકાથી થયેલી વિચારણા જોવા મળે તે સ્વાભાવિક છે. આથી કેટલીક વાર એકના એક મુદ્દાનુ` કે વિચાર વસ્તુનુ પુનરાવર્તન પણ તેમાં જોવા મળે તે સહજ છે. કેટલીક વાર એક વિષય પરત્વે વધુ વિચારણા તે અન્ય વિષય પરત્વે એછી વિચારણા થયેલી છે, કારણ કે આ સમગ્ર વિચારણા મુમુક્ષુઓને ઉત્તરરૂપે લખાયેલી છે. આ જ કારણે તેમના અન્ય સાહિત્યની જેમ અહીં તે વિચારણા સુસંકલિત સ્વરૂપમાં આપણને મળતી નથી. તેમ છતાં શ્રીમદ્દે લખેલા પત્રોમાં પૂર્વાપરિવરાધવાળાં વચના જોવા મળતાં નથી. વળી, તેમાંથી શ્રીમદ્નુ' પેાતાનું ર્ણિમ દુ જાણવાના લાભ મળે છે. આમ આ પત્રો શ્રીમદ્નું તત્ત્વચિંતન જાણવા માટે ઘણા ઉપયાગી છે. તેમના એ તત્ત્વજ્ઞાન વિશે પંડિત સુખલાલજી લખે છે કેઃ—
૪૨૦
“ શ્રીમદ્ભુ પેાતાનુ' જ કહી શકાય એવુ' કંઈ પણ તત્ત્વજ્ઞાન તેમનાં લખાણેામાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિ‘તવેલુ' જ તત્ત્વજ્ઞાન સ`ક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થાડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સંસ્કારા હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ, તેનું સ્થાન જૈન તત્ત્વજ્ઞાન લે છે, અને એ એમના વિચાર તેમ જ જીવનમાં એટલ' મધુ આતપાત થઈ જાય છે કે, તેમની વાણી અને વ્યવહાર જૈન તત્ત્વજ્ઞાનનાં દણ બની જાય છે. ’૧
પંડિત સુખલાલજીએ આપેલા તેમના તત્ત્વજ્ઞાન વિશેના આ અભિપ્રાય તેમના પત્રો વાંચતાં સંમત થવાયાગ્ય લાગે છે. શ્રીમદ્રે અનેક સ્થળેાએ કહ્યું છે કે, તે સર્વજ્ઞ તીર્થંકર પ્રભુએ જે કહ્યુ છે તે જ જણાવે છે, તેનાથી કંઈ વિશેષ કહેવાની પાતાની શક્તિ નથી, સર્વ જ્ઞાનીઓએ આ જ વસ્તુ જણાવી છે. આમ તેમણે ભારતીય જ્ઞાનીઓએ બતાવેલું ચિંતન જ રજૂ કર્યું છે, પણ તે તેમણે પેાતાની ચિંતનશક્તિ અને આત્મિકશક્તિથી મેળવ્યું હતુ તેમ આપણે કહી શકીએ.
શ્રીમદ્દે તેમના પત્રોમાં જીવ, અજીવ, મેાક્ષ, તેના ઉપાય, સૌંસાર, સુખદુઃખ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપ, જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, જીવનુ' એકત્વ, અનેકત્વ, સદ્ગુરુ, સત્સંગ, ભક્તિ, જ્ઞાન વગેરે તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને અનેક વાર ચર્ચ્યા છે. તે બધા મુદ્દા વિશે પડિત સુખલાલજી લખે છે કેઃ-~~
“ તેમણે એ બધા મુદ્દા પરત્વે ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈનષ્ટિને અવલ’ખીને અને જૈનદૃષ્ટિનું પોષણ થાય એ રીતે જ. કોઈ એક જૈન ધર્મ ગુરુ કરે તેમ. ફેર એટલેા અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમના ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાએ કાઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં, સમગ્ર જૈનશાસ્ત્રન સ્પશી ને ચાલે છે.”૨
૧.
“ શ્રીમદ્ રાજચંદ્ર એક સમાલેાચના '', “ શ્રી રાજચંદ્રનાં વિચારરત્ને ’', પૃ. ૧૪૩,
૨. એજન ૫, ૧૪૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org