________________
છે. પ્રકીર્ણ ૫-રચનાઓ
આ કાવ્યની અંતિમ બે પંક્તિઓ મળતી નથી. વચ્ચેની પણ દેઢ-બે પંક્તિઓ મળતી નથી. અહીં ભાષા સરળ અને ઉપદેશાત્મક છે. વળી, ઊંડી તત્ત્વવિચારણું નહિ પણ સૂત્રમાં બતાવેલા સિદ્ધાંતે શ્રીમદ્ રજૂ કર્યા છે, અને તેથી “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળે ” એ ધ્રુવપંક્તિ પ્રત્યેક કડીને અંતે પુનરાવર્તન પામે છે, તે ગ્ય પણ લાગે છે, કારણ કે તે દ્વારા શ્રીમદ્દ એમ જણાવે છે કે અહીં જે કંઈ જણાવ્યું છે તે જિનમાર્ગ અનુસાર જ છે, તે વિશે કેઈએ પણ અશ્રદ્ધા રાખવી જોઈએ નહિ. જેમાં એકીસાથે ઘણું શાસ્ત્રગ્રંથને ઉલ્લેખ આવતું હોય તેવી આ એક જ કૃતિ શ્રીમદે રચી છે. પ્રભુ પ્રત્યે દીનત્વ છ૪૪
વિ. સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં રાળજમાં રચેલા આ કાવ્યના હાર્દ વિશે શ્રીમદે પોતે વિ. સં. ૧૯૫૧ના કાર્તિક સુદ ત્રીજના પત્રમાં લખેલું કે –
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થ દષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિશે પરમાર્થનો દઢાગ્રહ થયો છે અને તેથી બંધ પ્રાપ્ત થવાના ચંગે પણ તેમાં બધા પ્રવેશ થાય એ ભાવ કુરતે નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કર્યું છે કે, “હે નાથ! હ મારી કેઈ ગતિ (માગ ) મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લુંટાયા જે વેગ મેં કર્યો છે અને સહજ એશ્વર્યા છતાં, પ્રયત્ન ચે છતે, તે એશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યુગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિને સર્વોત્તમ સદુપાય એ જે સદ્દગુરુ પ્રત્યેને શરણુભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીસ દોહરા, કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ છે, તે દેહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશે તે વિશેષ ગુણવૃત્તિને હેતુ છે.”૪૫
શ્રીમદ્દના અહી જણાવ્યા પ્રમાણે આ પ્રાર્થનામાં પ્રભુ પાસે આધ્યાત્મિક દીનતા વ્યક્ત કરી પિતાને તેના શરણે લેવાની વિનંતી કરી છે. પ્રભુ પાસે ભક્તને કેવા ભાવ ઊઠવા જોઈએ તેને ખ્યાલ અહીં આવે છે. - શ્રીમદે આ કાવ્યની રચના કરી ત્યારે પહેલી પંક્તિ “હે હરિ! હે હરિ! શું કહું......” હતી, પણ પછીથી શ્રીમદ્ “હરિ"ની જગ્યાએ “પ્રભુ” શબ્દ મૂકી પાઠાંતરવાળી પતિ રચી હતી, જે હાલમાં પ્રચલિત છે. તેમ થવાના કારણને ઉલ્લેખ કરતાં શ્રી લલ્લુજી મહારાજ જણાવે છે કે –
““હે હરિ! હે હરિ! શું કહું, દીનાનાથ દયાળ' તેને બદલે “હે પ્રભુ ! હે પ્રભુ !” બોલવાની આજ્ઞા થયેલી. પછી તે પ્રમાણે કહ્યું ન કરે તો સ્વચ્છેદ ગણાય.”૪૬ ૪૪. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૫, આંક ૨૬૪. ૪૫. એજન પૂ. ૪૩૩ આંક પ૩૪.
૪૬. “ઉપદેશામૃત”, ઉપદેશસંગ્રહ–૨. ૫, ૨૬૯, તા. ૧૮-૬-૧૯૨૩. પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org