________________
૧૩
૭ પ્રકરણ પદ્યરચનાઓ
આ બધી રચનાઓ ઉપરાંત ત્રણ છૂટક દોહરા૪૮ વિ. સં. ૧૯૪૬ ની સાલમાં રચાયેલા મળે છે. તેમાં સત્સંગ અને ગુરુનું માહાસ્ય બતાવાયું છે. પણ તે ખાસ વિશેષતાવાળા નથી. એ જ પ્રમાણે હાથનાંધ ૧ માં “ કાઈ બ્રહ્મરસના ભેગી”૪૯ એ વિશે ત્રણ-ચાર પંક્તિઓ મળે છે, તેમાં પણ કઈ ઊંડી તત્ત્વવિચારણું કે રહસ્ય જોવા મળતાં નથી. સામાન્ય પ્રકારની આ રચનાનું વિશેષ મહત્ત્વ ગણાય નહીં. પણ આ પંક્તિઓ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભાવની અમુક વિશિષ્ટ પળાએ આ પંક્તિઓ લખાઈ છે. આ પંક્તિઓ તેની ભાવનામયતાને લીધે નોંધપાત્ર બને છે.
વીસ વર્ષની વય પછી રચાયેલાં શ્રીમદ્દનાં બધાં જ કાવ્યો વાંચતાં આપણું મન પર શ્રીમદની એક પ્રખર તત્ત્વજ્ઞાની તરીકેની છાપ પડે છે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને ખ્યાલ આપતાં બેત્રણ અંગત કાવ્યો બાદ કરતાં બધે જ તત્ત્વની સમર્થ વિચારણું નજરે પડે છે, જેના મૂળમાં ધર્મ રહેલું છે.
આ બધાં જ કાવ્યમાં નજરે તરી આવતું સૌપહેલું તત્ત્વ છે તેમણે દર્શાવેલું સદગુરુનું માહાભ્ય. આત્મકલ્યાણ માટે સદ્દગુરુના ચરણમાં સર્વસમર્પણ ભાવથી વર્તવું જોઈએ, સ્વછંદથી વર્તવાથી અકલ્યાણ થાય છે. “ ગુઢ વિના જ્ઞાન ન મળે” એ તેમને પ્રધાન સૂર બિના નયન”, “યમ નિયમ”, “પ્રભુ પ્રત્યે દીનત્વ”, “મૂળમાર્ગ રહસ્ય આદિ લગભગ બધાં જ કાવ્યોમાં મળે છે. જુઓ –
પલમે પ્રગટે મુખ આગલસે, જબ સદગુરુચર્થ સુપ્રેમ બસે – “યમ નિયમ.” સેવે સદગુરુ ચરન સે પાવે સાક્ષાત્ ” – “બિના નયન.”
વગેરે. આ સદગુરુનાં લક્ષણે પણ શ્રીમદ્ “મૂળમાર્ગ રહસ્ય”, “પંથ પરમપદ બે ” વગેરે કાવ્યમાં બતાવ્યાં છે. જેમ કે, સદ્દગુરુને પુદગલને મેહ ન હય, ગ્રંથિભેદ થયે હોય, રાગદ્વેષનો અભાવ હોય વગેરે. આ બધાં લક્ષણે તેમણે “આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ બતાવ્યાં છે.
બીજ મહવનું લક્ષણ તે “આત્મા ને ઓળખવાની તેમણે કરેલી ભલામણ. આત્મા દહાદિ પદાર્થથી ભિન્ન છે, ચેતનરૂપ છે, આનંદસ્વરૂપ છે, અવિનાશી છે, વગેરે આત્માનાં લક્ષણે આ કાવ્યમાં ઘણી જગ્યાએ બતાવ્યાં છે. સાથે સાથે લગભગ બધાં કાવ્યોમાં આત્માને કેન્દ્રસ્થાને રાખીને તે અન્ય પદાર્થોથી ક્યા લક્ષણથી ભિન્ન છે તે પણ બતાવ્યું છે.
જીવે પિતાનું શ્રેય કરવા માટે કોઈ પણ જાતના મતમતાંતરમાં ન પડતાં શું કરવું જોઈએ તે આ બધાં કાવ્યો દ્વારા શ્રીમદ્દે સ્પષ્ટ કર્યું છે. આત્માને ઓળખી, સમ્યગ્દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યચ્ચારિત્રની એક્તા પ્રાપ્ત કરી, તે માર્ગે ચાલ્યા જવાથી કલ્યાણ થાય છે,
૪૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૩૧, અંક ૧૫૪. ૪૯. એજન, પૃ. ૭૯૮. હાથ નેંધ આંક ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org