________________
૪૧૪
શ્રીમદની જીવનસિદ્ધિ
તે ખૂબ સ્પષ્ટતાથી સમજાવ્યું છે. અને એ બધું ગુરુની આજ્ઞામાં રહીને પોતાનાં સ્વછંદ, મત, આગ્રહ છોડીને કરવાનું છે તેમણે કરેલા માર્ગદર્શનમાં સર્વ જીવનું કલ્યાણ ઇચ્છવાની બુદ્ધિ, ધર્મ વિશે અપક્ષપાતપણું, નિરભિમાનપણું વગેરે તેમના ગુણોનું દર્શન થાય છે.
આ કાવ્યમાં તત્વજ્ઞાનને જ સંભાર ભર્યો હોવા છતાં તે શુષ્ક બની જતાં નથી. શબ્દોની સરળ ભાવવાહી રચના, ગેય દો – તેમાં મુખ્યત્વે દેહરા અને ઉચ્ચ કાવ્યત્વની કક્ષાએ પહોંચતી પંક્તિઓ આ આધ્યાત્મિક ગુણવાળાં પદાને સાહિત્યિક દૃષ્ટિએ પણ ઉચ કક્ષાનાં બનાવે છે. ભાવની ઉત્કટતાવાળી આ પંક્તિઓ જુઓ –
“પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ;
સંદૃગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.” પ્રભુ પ્રત્યે હીનત્વ"ની આ પંક્તિઓ કરતાં પણ તેમની શક્તિને સારો પરિચય તે તત્વની ગૂઢ વાતોને સરળ છતાં સંક્ષેપવાળી વાણીમાં ઉતારતી તેમની આ પંક્તિઓમાં થાય છે. જુઓ –
“જહાં રાગ ને વળી છેષ, તહાં સર્વદા માનો લેશ; . ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખની છે ત્યાં નાશ.”
–“લોકસ્વરૂપ રહસ્ય”. ઊપજે મહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.”
– “અંતિમ સંદેશ”. “જિનપદ નિજ પદ એક્તા, ભેદભાવ નહિ કાંઈ?”
- “અંતિમ સંદેશ” વગેરે. આમ આ કાવ્યમાં સારા પ્રમાણમાં કવિત્વના ચમત્કાર જોવા મળે છે. તેમના વિશાળ વાચનને અને અનુભવના અમૃતનો લાભ આપતાં આ કાવ્ય વિશે સંતબાલજી યોગ્ય જ લખે છે કે –
રામજં વા ૪ કે “દવખ્યામવં જાળું” ગમે તે કાવ્યલક્ષણ લઈએ પણ તેઓ હાડોહાડ કવિ હતા. ગદ્ય અને પદ્ય બંનેમાં રસઝરણી નિરંતર વહેતી.૫૦
૫૦. “સિદ્ધિનાં પાન”, પ્રસ્તાવના, પૃ. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org