________________
શ્રીમદ્દની તત્ત્વવિચારણા – ગદ્યમાં ચોથા વિભાગની પૂર્વભૂમિકા
વીસ વર્ષની વય પહેલાં શ્રીમદ્ ગદ્ય લખાણ ઠીક ઠીક કર્યું હતું. તેમાં સૌથી મહત્વનાં “ભાવનાબધ” અને “મોક્ષમાળા” એ બે પુસ્તક હતાં. તે ઉપરાંત કેટલાક અપૂર્ણ લેખો, અપૂર્ણ ભાષાંતરે તથા ટીકાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. આ બધામાં તેમનું ગદ્ય સરળ, ભાવવાહી તથા દૃષ્ટાંતોથી ભરપૂર છે. તેમણે “ભાવનાબેધ”માં બારે ભાવનાઓ દૃષ્ટાંતથી જ સમજાવેલી છે. અને “મોક્ષમાળામાં પણ લગભગ પાંચમા ભાગના પાઠોમાં દૃષ્ટાંત આપેલાં છે. “મુનિસમાગમ” આદિ લેખોમાં પણ કથાવ જોવા મળે છે. આ બધા ઉપરાંત શ્રીમદ્ ગદ્ય-સાહિત્યમાં ધર્મને લગતી વિચારણું જ આપી હતી. તેમણે પદ્યની જેમ ગદ્યમાં ધર્મેતર સાહિત્યની કરેલી રચના હાલમાં મળતી નથી. ઈનામી નિબંધ આદિ હરીફાઈમાં તેમણે ગદ્ય-નિબંધ લખ્યા હતા, જે ધર્મેતર હતા, પણ તે કઈ આજે મળતા નથી.
શ્રીમદ્દનું ગદ્ય-લખાણ વીસ વર્ષની વય પછી પણ ચાલુ રહ્યું હતું. અને તે સર્વમાં તેમણે ધર્મને લગતી વિચારણું જ વ્યક્ત કરેલી જોવા મળે છે. જે કે શ્રીમદ્દે વીસ વર્ષની વય પછીથી ધર્મેતર સાહિત્ય રચ્યું જ ન હતું, અને જે કંઈ તેમણે લખ્યું હતું તે આત્મલક્ષી જ હતું. પરંતુ તેમણે લખેલા ધર્મને લગતા ગદ્યમાં પણ ઠીક ઠીક વિવિધતા જોવા મળે છે. શ્રીમદ્ ભાગભાઈ, અંબાલાલભાઈ, લલ્લુજી મહારાજ, જૂઠાભાઈ, મનઃસુખરામ સૂર્યરામ, ત્રિભોવનભાઈ વગેરે મુમુક્ષુઓ પર પિતાની તરવવિચારણા રજૂ કરતા લગભગ ૮૦૦ જેટલા લખેલા પત્રો પ્રસિદ્ધ થયા છે. શ્રીમદ્દના ગદ્ય-સાહિત્યમાં પત્રોનો જથ્થો સૌથી મેટો છે. એ ઉપરાંત પિતાની નોંધપોથી તરીકે ત્રણચાર ડાયરી લખેલી પણ મળે છે, જે પણ મુખ્યત્વે ગદ્યમાં લખાયેલી છે. આ ઉપરાંત બાવીસમા વર્ષની આસપાસથી વિવિધ લેખે અપૂર્ણ મળે છે.
બાવીસમા વર્ષની આસપાસ “પ્રતિમાસિદ્ધિ” નામને લખેલો લઘુ ગ્રંથ અપૂર્ણ હાલતમાં મળે છે. તે પછી “સંયતિધર્મ” નામે “દશવૈકાલિકસૂત્ર”ના બે અધ્યયનનો અનુવાદ એ જ વર્ષમાં મળે છે. તેવીસમે વર્ષે તેમણે લખેલી “સમુરચયવયચર્યા”, “રજનીશી તથા તેમની એક “ડાયરી”નાં કેટલાંક પાનાં લખાયેલાં મળે છે. તે પછી છવીસમાં વર્ષે “સમયસાર નાટકની કેટલીક પંક્તિઓ પરનું વિવેચન મળે છે. સત્તાવીસમા વર્ષે “સૂયગડાંગ” આદિની ગાથાની સમજણ ઉપરાંત “છ પદ”નો પત્ર મળે છે. તે પછી આનંદઘનજી આદિનાં પદોનું વિવેચન, “મેક્ષસિદ્ધાંત” વિશેનો લેખ, “ દ્રવ્યપ્રકાશ” નામનો લેખ, “છ કાય”ના જીવનું વર્ણન કરતો લેખ, “જૈન માર્ગ વિવેક”, “સુવચન ૫૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org