________________
૪૫
૭. પ્રકરણ પથરચનાઓ
આમ જડ અને ચેતનની ભિનતા બતાવ્યા પછી તેનું નિયત્વ બતાવતાં શ્રીમદ્દ દસમા દોહરામાં લખે છે કે –
“હોય તેહને નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.” કઈ પણ વસ્તુને સંપૂર્ણ નાશ નથી થતું, માત્ર સ્વરૂપાંતર જ થાય છે, એ વિજ્ઞાનને સિદ્ધાંત અહીં આત્માદિ દ્રવ્યની બાબતમાં નિરૂપેલા જણાશે.
આમ જૈનધર્મની તત્ત્વવિચારણું અનુસાર જ “જડ અને ચેતન”ની ભિન્નતા પિતે દર્શાવે છે તે બતાવી શ્રીમદ્દ અંતમાં આ જ્ઞાન આપનાર જ્ઞાની ગુરુને વંદન કરે છે –
“પરમપુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” શ્રીમદે સુંદર શૈલીથી માત્ર બાવીસ પંક્તિઓમાં જડ તથા ચેતનની ભિન્નતા તાર્કિક રીતે સરળ ભાષામાં બતાવી છે. પ્રત્યેક વચન જિનપ્રભુના પ્રમાણ સાથે તેમણે જણાવ્યાં છે. જડ અને ચેતન્ય બંને દિવ્યનો સ્વભાવ ભિન્ન ૪૧
વિ. સં. ૧૯૫૬ના કારતક માસમાં શ્રીમદે આ નાના કાવ્યની રચના મુંબઈમાં કરી હતી. મુંબઈમાં તત્ત્વજ્ઞાનવાળી રચના થઈ હોય તેવું બહુ ઓછું બન્યું છે. આ કાવ્ય તેવું છે.
સોરઠાની સોળ પંક્તિઓમાં શ્રીમદે જડ અને ચેતન એ બે દ્રવ્યની ભિન્નતા દર્શાવી છે. પણ તે દર્શાવવાની શૈલી “જડ ભાવે જડ પરિણમે” કૃતિ કરતાં જુદા પ્રકારની છે. - અહીં આઠ આઠ પંક્તિની બે કડીઓ રચાઈ છે. પહેલી કડીની અંતિમ પંક્તિમાં મોક્ષમાર્ગ પામવાનું ઉત્તમ સાધન બતાવતાં કહ્યું છે કે –
નિને પંથ ભવસંતને ઉપાય છે.” આમ જિનેશ્વર-પ્રણીત માર્ગને મેક્ષ મેળવવાનું સાધન કહ્યું છે. અને આ પહેલાંની સાતે પંક્તિઓમાં તે માર્ગમાં જડ-ચેતનનું જેવું સ્વરૂપ બતાવ્યું છે તે, જિનમાર્ગના ગુણ રૂપે વર્ણવ્યું છે. જેના માર્ગમાં જડ અને ચૈતન્ય બંને દ્રવ્યને ભિન્ન સ્વભાવ પ્રતીતિપૂર્વક સમજાય છે, પોતાનું સ્વરૂપ ચેતનમય છે અને જડનો તે માત્ર સંબંધ જ થયેલો છે, અને તે જાણનાર એવા આત્મા પરદ્રવ્યમાં કર્મબંધનને લીધે પુરાયો છે. એ આદિ વસ્તુનું જ્ઞાન થાય છે. સરળ, સ્પષ્ટ ભાષામાં શ્રીમદ્ આ બધું જણાવ્યું છે. અને એ બધાના સારરૂપ સાતમ-આઠમી પંક્તિ રચી છે કે –
૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૪૨, આંક ૯૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org