________________
શ્રીમદની જીવનસિદ્ધિ
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથને પંથ ભવઅંતને ઉપાય છે.” દેહ આદિમાં મારાપણું છોડીને જેઓ પોતાના આત્મસ્વરૂપમાં લીન થયા છે, એવા નિર્ચથ જ્ઞાનીએ દર્શાવેલ માર્ગ જ ભવઅંત કરવાનો સારો ઉપાય છે, એમ શ્રીમદે અહીં ભારપૂર્વક જણાવ્યું છે.
આમ નિગ્રંથમાર્ગની શ્રેષ્ઠતા બતાવવાની સાથે જડ અને ચેતનમાં પ્રવર્તતી ભિન્નતા. શ્રીમદે પહેલી કડીમાં બતાવી છે. અને બીજી કડીમાં સામાન્ય રીતે જડ અને ચેતન એકરૂપ કયા કારણને લઈને લાગે છે તે સમજાવ્યું છે.
દેહ અર્થાત્ જડ અને આત્મા એકરૂપ ભાસવાનું મુખ્ય કારણ શ્રીમદ અજ્ઞાનને ગણવે છે. આ અજ્ઞાનને લીધે જીવની પ્રવૃત્તિ તે પ્રમાણે થવાથી દેહની ઉત્પત્તિ, તેને થતા રોગ, શોક, મૃત્યુ આદિ આત્માને થતાં જણાય છે. દેહને માટે થતી પ્રવૃત્તિ આત્માની જણાય તે મિથ્યાત્વભાવ છે. આ મિથ્યાત્વભાવ અનાદિકાળથી ચાલ્યો આવે છે, પણ જ્ઞાનીનાં વચન પ્રાપ્ત થતાં તે તત્કાળ દૂર થઈ જાય છે, પરિણામે દેહ અને આત્માનું ભિન્ન સ્વરૂપ સ્પષ્ટ જણાય છે, અને બંને દ્રવ્યો પોતપોતાનું સાચું સ્વરૂપ પામે છે. તે નિરૂપતાં શ્રીમદ વર્ણવે છે કે –
એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે, ભાસે ચિતન્યને પ્રગટ સ્વભાવ ભિન,
બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ” પિતાના સ્વરૂપમાં સ્થિર થવું એટલે કે મેક્ષ થવો એવું અંતિમ લક્ષ શ્રીમદ્દે આ કાવ્યમાં બતાવ્યું છે. આમ જડ અને ચેતનના સ્વરૂપને સમજવાને મેક્ષમાર્ગ પામવામાં ઉપયોગી સાધન કહ્યું છે. તે જાણવા માટે જ્ઞાનીના વચન ઉપકારી હોવાથી ગુરુમહાભ્ય પણ અહીં તેમણે બતાવ્યું છે.
આમ પહેલા કાવ્ય પછી નવ વર્ષે લખાયેલું આ કાવ્ય એક જ તત્ત્વનું જદી રીતે નિરૂપણ કરે છે. વિ. સં. ૧૯૪૭ની સાલના શ્રીમદ્દ કરતાં વિ. સં. ૧૯૫૬ની સાલના શ્રીમદમાં જ્ઞાનને ઘણું વધારે થયે હતો, અને તે અહીં જોઈ શકાશે, શ્રીમદને નિગ્રંથ માર્ગમાં ત્યારે કેટલી નિઃશકતા પ્રવર્તતી હતી તેનો ખ્યાલ આ રચનાઓ જોતાં આવી શકે છે. આમ જડ અને ચેતન વચ્ચેનો ભેદ બતાવતી આ બે રચનાઓમાં જન ધર્મની શ્રીમદે વિચારેલી ઊંડી તત્વવિચારણું જોવા મળે છે. “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભ સાંભળો ?૪૨
લગભગ બત્રીસ પંક્તિના આ કાવ્યમાં જિનેશ્વર પ્રભુએ સાચું જ્ઞાન કોને કહ્યું છે તેનું નિરૂપણ શ્રીમદ્ વિ. સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં રાળજ ક્ષેત્રે કર્યું હતું. “સમ્મતિતિક ”
૪૨. “શ્રીમદ્ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૭, આંક ૨૬ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org