________________
ર૯૨
શ્રીમદની જીવનસિદ્ધિ જીવ અનત કાળથી કર્મ ભેગવતા આવ્યા છે, પણ તેને હજી સુધી મોક્ષ કર્યો નથી, તેથી લાગે છે કે મેક્ષ જ નથી. વળી શુભ કર્મ કરવાથી દેવ આદિ ગતિ પ્રાપ્ત થાય છે, અને અશુભ કર્મ કરવાથી નરકાદિ ગતિ મળે છે, તે બધામાં કયાંયે કર્મ રહિત દશા જણાતી નથી, માટે મોક્ષ નથી.
અમેક્ષવાદની આ લીલ વિશે “અધ્યાત્મસાર”માં શ્રી યશોવિજયજીએ શ્લોક ર છે કે –
બનારિર્થક ષ ણૂતે નવરાળા: |
तदानम्त्यान्न मेक्षिः स्यात् तदात्माकाशयोगवत् ।। "८ જે તમે જીવ અને કર્મનો સંબંધ અનાદિ કહેશે તે આત્મા અને આકાશના સંબંધની જેમ તે જીવ-કર્મનો સંબંધ અનંત થશે, એટલે તેથી પણ મોક્ષ સાબિત થશે નહિ. આમ અહીં કર્મ તથા જીવને સંબંધ છુટી શકે નહિ, તેમ બતાવ્યું છે.
અમેક્ષવાદીઓની આ દલીલનું ખંડન શ્રીમદ્ ગુરુમુખે ૮૯ થી ૯૧ સુધીના ત્રણ દોહરામાં કરે છે. તેમાં ગુરુ શિષ્યને સમજાવે છે કે શુભ અને અશુભ કર્મનાં ફળને તે જેમ જાણ્યાં, તેમ તે બંનેની નિવૃત્તિ પણ થાય, અને તે જ મોક્ષ છે. તે વિશેષપણે સમજાવતાં કહ્યું છે કે –
વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” ૯૦ અત્યાર સુધી જે કાળ વીત્યા છે તે શુભ કે અશુભ કર્મના ફળરૂપે છે, પણ તે કર્મોનો નાશ થાય ત્યારે “મેક્ષ સ્વભાવ” પ્રગટે છે. એટલે કે દેહાદિ સવેગને ફરીથી ગ્રહણ કરવા ન પડે તે રીતે તેને નાશ કરવામાં આવે ત્યારે સિદ્ધસ્વરૂપ પ્રગટે છે, અને આત્માનંદ ભેગવાય છે. પંડિત સુખલાલજીના શબ્દોમાં કહીએ તો અહીં :
મોક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટૂંકી ટચ પણ સમર્થ, એક દલીલ એ આપે છે કે જે શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કર્મ હોય તે એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શું નિષ્ફળ? નિવૃત્તિ તે પ્રયત્નથી સધાય છે, એટલે તેનું ફળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સંભવે. તે ફળ એ જ મોક્ષ.'૬૯
જુદાં જુદાં શાસ્ત્રોએ અમેક્ષવાદનું નિરસન કરતી કેટલીયે દલીલો રજૂ કરી છે, પણ અહીં શ્રીમદે ટૂંકી ટચ તથા સમર્થ દલીલ, હૃદયસોંસરી ઊતરી જાય તેવી ભાષામાં આપી છે, તેવું બીજે ભાગ્યે જ જોવા મળે છે. પરિણામે શિષ્યને મોક્ષપદ વિશે પણ શ્રદ્ધા થાય છે.
૬૮. “અધ્યાત્મસાર, સમકિત અધિકાર, શ્લોક ૧૨૨, પૃ. ૨૩૬. ૬૯. “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org