________________
૬. અપૂર્વ અવસર
આ કડીમાં, આપણે જોયું તેમ, પાંચ પ્રકારના પ્રમાદમાં કષાયેનું બળ વિશેષ છે, તેને ૧૨મે ગુણસ્થાને પહોંચ્યા વિના સંપૂર્ણ નાશ થતું નથી. અને ઉપશમણી હોય તે સમય આવ્યે તે ઉદયમાં આવી સાધકનું પતન કરાવે છે. આથી આ કષાયોનો નાશ કરવા, તે ઉદયમાં આવે તે તેની સાથે કેમ વર્તવું તે વિશેની પોતાની વિચારણું શ્રીમદે ૭મી કડીમાં આપી છે. અને તે કષાયોને કેટલે અંશે નાશ કરવો તેમણે ઇચ્છે છે તેનું વિર્ણન આપણને ૮મી કડીમાં જોવા મળે છે. આ બંને કડીની ભાવના તેમણે પાળવા ધારેલા ચારિત્રનું એક પાસું છે. જુઓ –
કો પ્રત્યે તે વતે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની,
લાભ પ્રત્યે નહીં લોભ સમાન જે.” અપૂર્વ૦ ૭ કોધ, માન, માયા અને લાભ એ ચાર પ્રકારના કષાયની સંજવલન પ્રકૃતિ ૭મે ગુણસ્થાન વર્તતા સાધકને જીતવાની બાકી હોય છે. તેને જીતવા માટે તેના પ્રત્યે કેવી શૂરવીરતાથી વર્તવું જોઈએ તે વર્ણવતાં શ્રીમદ્ આ કડીમાં કહે છે કે પોતાને થતા કંધ પ્રત્યે જ ક્રોધ વતે, માન પ્રત્યે નમ્રતાનું માન હોય; માયા પ્રત્યે જ્ઞાતાદ્રષ્ટાપણાની – સાક્ષીભાવની – માયા અને લોભ પ્રતિ લેભ કરવા જેવું, એટલે કે લાભનો લોભ કરવા જેવું બીજુ કાંઈ નથી, એટલે કે લેભ ન કર એવો અપૂર્વ અવસર ક્યારે આવશે?
મોહનીય કર્મ તે સંસાર-પરિભ્રમણનું મુખ્ય કારણ છે. મેહનીયના સેવક તરીકે ઈન્દ્રિયાના વિષ, પ્રમાદ આદિ કામ કરે છે, તે જ પ્રમાણે ક્રોધ, માન, માયા, લોભ તેના અનુયાયી તરીકે કાર્ય કરે છે. આ ચારે કષાય ઘણુ બળવાન છે. ૭મે ગુણસ્થાને વર્તતા નિગ્રંથ મુનિને આ ચારે કષાયની અનંતાનુબંધી પ્રકૃતિનો ક્ષય મુખ્યતાએ હોય છે. કોઈકને જ તેને પશમ હોય છે. બાકીની ૩ પ્રકૃતિનો ક્ષયોપશમ હોય છે. બાકી રહેલ કષાયને જીતવાના ઉપાય અહી બતાવાય છે. અલબત્ત, એ ઉપાય તીવ્ર કષાયને નાશ કરવા માટે પણ એટલો જ ઉપયોગી છે, તે વિચારતાં જણાશે.
મોહનીય કર્મની પ્રકૃતિરૂપ આ ચાર કષાયને ઉપશમથી, ક્ષયપશમથી કે ક્ષયથી જીતી શકાય છે. ઉપશમ એટલે ઉદયમાં આવેલી તથા ઉદયમાં ન આવેલી પ્રકૃતિને પ્રદેશ તથા રસથી સમાવી દેવી. ઉપશમમાં નિમિત્ત ન મળે ત્યાં સુધી આત્મા શુદ્ધ રહે છે, પણ નિમિત્ત મળતાં આત્માની સ્થિરતા ડહેળાઈ જવાના ઘણે સંભવ રહે છે. ક્ષાપશમ એટલે ઉદયમાં આવેલી પ્રકૃતિને ક્ષય અને ઉદયમાં ન આવેલી પ્રકૃતિને ઉપશમ. અહીં આત્માની સંપૂર્ણ જીત હેતી નથી. અને ક્ષય એટલે કષાયને સંપૂર્ણ નાશ. તે પછી તે કદી પણ ઉદયમાં આવી શકતો નથી. ત્યાં આત્માની સંપૂર્ણ જીત છે.
આ ચારે કષાયને જીતવાના ઉપાય શ્રીમદ્ આ કડીમાં બતાવ્યો છે. જલદી અસર કરનાર અને જલદી નાશ પામે તે કષાય તે ક્રોધ છે. ચારે કષાયમાં સહેલાઈથી જીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org