________________
૩૮૬
શ્રીમદની જીવનસિદ્ધિ
અર્થાત્ પુદ્દગલાદિમાં માયા મમતા ઓછાં થાય ત્યારે તે ઝંખના જાગે. અહીં બીજી પંક્તિમાં ચાર માત્રાને એક શબ્દ ખૂટે છે જે વિશે કઈ પાઠાંતર કે અનુમાન મળતાં નથી.
આ ઝંખના હવે પિતાને જાગી છે તે તે શ્રીમદે શરૂઆતમાં જ જણાવ્યું હતું. પણ તે પૂર્વે જીવે શું કર્યું હતું તે ત્રીજા દેહરામાં બતાવતાં તેમણે લખ્યું છે કે –
“આપ આપ ભૂલ ગયા, ઇનસે કયા અધેર?
સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેગે ફેર. ” આત્મા પોતે જ પોતાને અત્યાર સુધી ભૂલી ગયા હતા, તેના જેવું બીજું કયું અંધેર હોઈ શકે? પિતાને આત્મા પ્રાપ્ત થતાં આ સાચી વસ્તુને ખ્યાલ આવ્યો, અને તે ખ્યાલ આવતાં સ્વને બદલે પરને પોતાનો માનતા હતા તે હકીકતનું સ્મરણ થતાં, થયેલી ભૂલ
માવે છે. પણ હવે આત્મા પ્રાપ્ત થતાં આવી ભૂલ ફરીથી ન કરવાનો નિશ્ચય વર્તે છે. આ જ પ્રકારના ભાવ વ્યક્ત કરતો એક દેહર “આત્મસિદ્ધિ માં પણ મળે છે –
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ.૫૮ જગતમાં પ્રવર્તતાં બધાં દુઃખના કારણરૂપ “ઈરછા ” જ છે તેવો નિશ્ચય શ્રીમદ આ પદમાં વ્યક્ત કરે છે. તેથી તે કલ્પના આદિ ઈચ્છાથી નિવવાથી સુખ પ્રાપ્ત થાય છે તેમ જણાવે છે. “ઈચ્છા” કરવાની ભૂલ જીવ અનાદિકાળથી કરતે આવ્યા છે તેથી તે વિશે શ્રીમદ પોતાને ઉદ્દેશી લખે છે કે –
“હે જીવ! ક્યા ઇરછત હવે? હૈ ઈછા દુઃખ ભૂલ,
જબ ઈરછાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” પછી તેઓ પોતે જ પોતાને પ્રશ્ન પૂછે છે કે –
ઐસી કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નહિ
આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ ! ” અર્થાત તે પોતે જ પોતે” નથી એવી મતિ તને ક્યાંથી થઈ? તું તારી જાતને – આત્માને – જ આત્મારૂપે ભૂલી ગયા તે તો ઠીક, પણ દેહ આદિ પરવસ્તુ તારા છે તેમ માનવાનું તું કયાંથી લઈ આવ્યો?
પિતાને થયેલા આ પ્રશ્નના સમાધાનરૂપે શ્રીમદ્દ અંતિમ પંક્તિઓમાં જણાવે છે કે, આપ”ની શોધ ચલાવવાથી અર્થાત્ અંતર્મુખ દષ્ટિ કરવાથી “આપ” – આત્મા પ્રાપ્ત થાય છે. અહીં છેલ્લી પંક્તિ અપૂર્ણ રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org