________________
શ્રીમદની જીવનસિદ્ધિ બાળવયમાં જ પોતાને જ્ઞાનદશારૂપ અંતર્જાગૃતિ પ્રગટી હતી તે જ બતાવે છે કે ગતિ અર્થાત્ અન્ય ગતિમાં જવા રૂપ ગમન – પુનર્જન્મ અને આગતિ અર્થાત્ અન્ય ગતિમાંથી જન્મવારૂપ અગામન – પૂર્વજન્મ છે કે નહિ તેને વિક૯પ કરવાનો રહેતો નથી. પૂર્વજન્મના સંસ્કારથી જ આવી અપૂર્વ જાગૃતિ બાલ્યકાળમાં આવી શકે. અને જેને પૂર્વજન્મ છે તેને પુનર્જન્મ પણ હોય, તેથી સંસાર સંબંધી વિકલ્પને સ્થાન નથી.
આ આત્મલક્ષી પંક્તિઓમાં શ્રીમદ્ પિતાને અનુભવ જ વર્ણવ્યો છે. આમ આ સ્વલક્ષી કાવ્ય હોવાથી તેમની દૃષ્ટિએ પણ વિચારી શકાય. પૂર્વે કઈ પ્રસંગે “પુનર્જન્મ નથી, પાપપુણ્ય નથી...” આદિ વિચારણ ઊઠી હોય અને તેના નિવારણરૂપે પણ આ પંક્તિઓ રચાઈ હેય. નાની વયમાં જ તત્ત્વજ્ઞાનને બંધ થયો છે, તે જ સૂચવે છે કે ગતિ-આગતિ છે. પૂર્વના સંસ્કાર વિના આમ થવું બને નહિ. તેથી પૂર્વ જન્મ અને પુનર્જનમ વિશે પોતે પોતાને બંધ કર્યો હોય તેમ પણ બન્યું હોય.
આ પછીના ચાર દોહરામાં પિતાની માન્યતાને સમર્થન આપતી તાત્ત્વિક વિચારણા શ્રીમદે રજૂ કરી છે, જુઓ –
જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય,
વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?” જે સંસ્કાર, જે જ્ઞાન ઘણું અભ્યાસને અંતે થાય તેવું હોય તે અલ્પ પ્રયાસ થઈ જાય તે પૂર્વના સંસ્કાર સૂચવે છે. પૂર્વે તેનો અભ્યાસ કરી રાખ્યો હોય તે સંસ્કાર પછીના ભાવમાં ઉદયમાં આવે ત્યારે જીવ ત્યાંથી આગળ વધે છે. આમ ઘણા પરિશ્રમને અંતે થાય તેવું જ્ઞાન વિના પરિશ્રમે થાય છે તે પૂર્વનો પુરુષાર્થ સૂચવે છે. તેથી ભવ હોવાની શંકા કરવા જેવું ક્યાં રહે છે?
જેને મતિની અલ્પતા છે, મેહનું પ્રબળપણું છે, તેવા અપાત્ર જીવને અંતરમાં અજ્ઞાનની અધિકતા હોવાથી ભવ વિશે શંકા રહે છે, અને તેવા અજ્ઞાની જીવો આત્મા આદિ નથી તેવા નાસ્તિકતાના વિચારો કરે છે, પણ તે વિચાર કરનાર આત્મા છે એવું આત્માના અસ્તિપણાનું સૂચન તેમાંથી જ થાય છે. અને તેના અસ્તિપણાનો નિર્ધાર તે જ ખરે નિર્ધાર છે, તે નિશ્ચય શ્રીમદે પછીના દોહરામાં વ્યક્ત કર્યો છે. અંતમાં તેઓ લખે છે કે –
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ;
વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ.” જે આ ભવ હોય તે તે પહેલાંને ભવ પણ હોવો જ જોઈએ, એ તકથી વિચાર કરવામાં આવે તે આત્મધર્મનું મૂળ અર્થાત્ આત્મજ્ઞાન પામી જવાય. આમ આત્મજ્ઞાન મેળવવાને માર્ગ પણ અહી બતાવ્યો છે. અહીં પુનર્જન્મ અને પૂર્વજન્મ વિશે ભારપૂર્વક જણાવવાની સાથે મોક્ષમાર્ગ પણ બતાવ્યા છે. વળી તેમની અંગત ભૂમિકા જાણવા માટે તે અગત્યનું બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org