________________
૩૯૨
શ્રીમદની છલનસિદ્ધિ
ત્યાં આવ્યા રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે,
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે.” ધન્ય જ્ઞાન થયું, તેને આનંદ માણે, અને ત્યાં જ કર્મને પ્રબળ ઉદય આવ્યે, પરિણામે ઘણું ઘણું અનિચ્છા હોવા છતાં કેટલાંયે વેપાર, સંસાર આદિનાં અણગમતાં કાર્યો કરવાં પડ્યાં. અને જેમ જેમ તેનાથી છૂટવા મથતા હતા, તેમ તેમ તેઓ તેમાં વિશેષ ગૂંચવાતા જતા હતા. પિતાને વર્તત પ્રબળ કર્મોદય જણાવતાં શ્રીમદનાં કેટલાંયે વચન વિ. સં. ૧૯૪૭થી વિ. સં. ૧૫૨ સુધીમાં મળે છે તેમાંથી ડાં વચને જોઈએ –
જેકે ઉપાધિસંયુક્ત કાળ ઘણે જાય છે. ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે, અને યોગ્ય છે. એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હૈ તો ભલે, ન છે તે પણ ભલે, જે હોય તે સમાન જ છે.”૧૯
- ચૈત્ર વદ ૭, ૧૯૪૭. “સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહિ હોવાથી તેથી ગભરાટ ઉત્પન્ન થતું નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગણુભાવે વતે છે; અને તે માટે શોચ રહ્યા કરે છે.”૨૦
– મહા વદ, ૧૯૮૪. ઉપાધિને જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને જોડે છે.”૨૧
–ચત્ર સુદ ૬, ૧૯૪૯. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે જે, આવો ઉદય જે આ દેહમાં ઘણું વખત સુધી વર્યા કરે તે સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખ પડે, અને જેમાં અપ્રમાદાગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય.”૨૨
– જેઠ સુદ ૧૪, ૧૫૦. “આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિને વ્યતીત થતું જાય છે, એ માટે અત્યંત શેક થાય છે અને તેને અલ્પકાળમાં જે ઉપાય ન કર્યો તે અમ જેવા અવિચારી બહુ પણ થોડા સમજવા.”૨૩
- વૈશાખ સુદ ૧૫, ૧૯૫૧. આમ લગભગ વિ. સં. ૧૫૨ સુધી શ્રીમદને વર્તત પ્રબળ ઉપાધિયોગ ઘણા પત્રમાં વ્યક્ત થયો છે. વિ. સં. ૧૯૪૮થી વિ. સં. ૧૯૫૧ સુધીને ગાળે તેમને માટે ઘણે
ખરાબ ગયે હતે. તે અરસામાં કઈ પદ્યકૃતિની રચના થયેલી જોવા મળતી નથી. તે બધા સંગે લક્ષમાં લઈને તેને “કારમાં ઉદય” તરીકે શ્રીમદ્ અહીં ગણવેલ છે. આ કાવ્ય લખાયું તે વખતે તે ઉદય નબળું પડવા માંડ્યો હતો, તેને નિર્દેશ પાંચમી કડીમાં મળે છે –
૧૯. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૮૨. ૨૦. એજન, પૃ. ૩૧૭. ૨૧. એજન, પૃ. ૩૬૯. ૨૨. એજન, પૃ. ૪૦૯. ૨૩. એજન, પૃ. ૪૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org