________________
૭. પ્રકીર્ણ ૫૦-૨નાઓ
૩૮૫
બિના નયન”માં પારિભાષિક શબ્દો ઓછા છે, અને તેટલા પ્રમાણમાં તે વિશેષ સરળ છે. “યમનિયમ”ના ઉત્તરાર્ધમાં પણ એ સરળતા જોવા મળે છે. જમારગ સાચા મિલ ગયા ૧૧
પોતાને સાચે માગ મળી ગયેલ છે તે બાબતનો ઉલ્લાસ વ્યક્ત કરતું આ કાવ્ય શ્રીમની હાથનેધ – ૧માંથી પ્રાપ્ત થાય છે. શ્રીમદે પોતાની હાથને અંગત ઉપયોગ માટે જ મિતિ વિના લખી છે, તેથી આ કાવ્ય ખરેખર ક્યા સમયે રચાયું હશે તે વિશે ચોકકસ મિતિ પ્રાપ્ત થતી નથી. પણ તે વિશે થોડું અનુમાન થઈ શકે છે. વિ. સં. ૧૯૪૭માં શ્રીમદને શુદ્ધ સમ્યજ્ઞાન પ્રકાણ્યું હતું અને તે અરસામાં તેમને સાચે માર્ગ મળવા વિશે નિઃશંકતા આવી હોય તે સ્વાભાવિક છે. તે પરથી આ પદ વિ. સં. ૧૯૪૭ પછીથી રચાયું હશે તેમ અનુમાન કરી શકાય.
આ કાવ્યમાં દાહરાની ૧૬ પંક્તિઓ મળે છે, પણ તેમાં બધી પૂર્ણ થયેલી નથી. ચોથી તથા અતિમ પંક્તિનાં તે અડધાં જ ચરણ મળે છે, ત્યારે છઠ્ઠી પંક્તિમાં માત્ર ચાર માત્રાવાળે એક શબ્દ ખૂટે છે, તે સિવાયની બધી પંક્તિઓ પૂર્ણ છે, તેથી કાવ્ય સમજવામાં શી મુકેલી નડતી નથી.
મોક્ષમાર્ગની પ્રાપ્તિની નિઃશંકતા બતાવતું, હિંદીમાં રચાયેલું શ્રીમદ્દનું આ એક જ કાવ્ય છે. તે માર્ગ પ્રાપ્ત થવાથી શું થયું તે વિશે પહેલો દોહરે ર છે કે –
“મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ,
હોતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” આત્મસ્વરૂપના અનુભવરૂપ મને સાચે માર્ગ પ્રાપ્ત થયો, તેથી સર્વ સંદેહની નિવૃત્તિ થઈ, અર્થાત્ નિઃશતા પ્રાપ્ત થઈ. આથી મિથ્યાત્વ વગેરેને લીધે જે કર્મબંધ થયા કરતે હતે તે બળીને ભસ્મ થયો, અને પોતાને ચિતન્યપ્રદેશાત્મક જ્ઞાનસ્વરૂપ – દિવ્ય જ્ઞાનદેહવાળે - આત્મા દેહથી ભિન્નપણે અનુભવ્યો.
આત્માનું ભિન્ન સ્વરૂપ સમજાયા પછી અનુભવવું સરળ છે, પણ તે સમજાવું જ અતિ મુકેલ છે. આ મુકેલી કેવી છે તેનું વર્ણન આપતી પંક્તિ લુપ્ત થયેલી છે. આત્માનું સ્વરૂપ કઈ રીતે પામી શકાય તેની વિચારણું તે પછીની પંક્તિઓમાં આપી છે –
એજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય,
ચેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... ” પિતાના દેહમાં શાશ્વત દેવની બેજ કર તે તેને પત્તો લાગી જશે. અને એ જ કરવાની ઝંખના ક્યારે જાગે તે બતાવતાં શ્રીમદ કહે છે કે “બ્રહ્માંડિ વાસના જબ જાવે તબ...”
૧૧“શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org