________________
૭. પ્રકીર્ણ પદ્ય-રચાએ
૩૮૭ ૧૬ પંક્તિમાં રચાયેલું આ કાવ્ય શ્રીમદને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે હકીકતનું સમર્થન કરે છે. જે તેમને જ્ઞાન ન હોય તે તેઓ તે માર્ગની નિઃશકતા કઈ રીતે બતાવી શકે? અને તે વિશે પોતાને ઉલ્લાસ શા માટે ગાય? વળી, આ અંગત હાથને ધમાં લખાયેલું હોવાથી તેના પર આપણે વિશેષ આધાર રાખી શકીએ.
અહીં સરળ ભાષામાં રચના હોવા છતાં, તેમની તત્ત્વની સમજ અછાની રહેતી નથી. કેટલીક પંક્તિઓ અપૂર્ણ મળે છે, છતાં આશય સમજવામાં મુશકેલી નડતી નથી. શ્રીમદ્દનું આ “અગત” કહી શકાય તેવું કાવ્ય છે. હેત આસવા પરિસવા ૧૨
* હિંદી ભાષામાં તથા દેહરામાં રચાયેલા શ્રીમદ્દના આ કાવ્યમાં જ્ઞાનીની દશા, જનધર્મની ઉત્તમતા, તે ધર્મમાં બતાવેલ મુખ્ય તત્ત્વ આદિ વિશેની વિચારણા અપાયેલી છે. આમાં સાત દેહરામાં જુદા જુદા વિષય પરત્વેની વિચારણા અપાયેલી છે, અને તે પ્રત્યેક દેહરો સ્વતંત્ર રીતે આસ્વાદી શકાય તેવો છે. “બ્રહ્મચર્ય વિશે સુભાષિત”માં ૧૩ જેમ શ્રીમદ્ બ્રહ્મચર્ય વિશે સ્વતંત્ર દાહરા રચ્યા છે તેમ અહીં જ્ઞાની વિશે, જેન ધર્મ વિશે એમ જુદા જુદા વિષય વિશે સ્વતંત્ર દોહરાઓ રચાયા છે. પહેલો જ દેહ છે કે –
“હોત' આવા પરિસવા, નહિ ઈનામે સંદેહ,
માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.” સામાન્ય જનને રાગદ્વેષનાં પરિણામ પ્રવર્તતાં જ હોય છે, તેથી કર્મબંધ ચાલુ થયા કરતે હોય છે. અને એનું કારણ જીવ પોતાનું સાચું સ્વરૂપ સમજતો નથી તે છે, તેની દષ્ટિમાં ભૂલ છે. તે ભૂલ જાય, અર્થાત્ દૃષ્ટિ પલટાઈ જાય, બાહ્યભાવને બદલે આંતરભાવમાં દષ્ટિ જાય તે આશ્રવ પરિશ્રવરૂપ એટલે કે સંવરરૂપ થાય છે, તે વિશેની નિઃશંકતા શ્રીમદ્ આ દેહરામાં વ્યક્ત કરી છે. દષ્ટિ પલટાતાં, સમભાવ આવે ત્યારે, નવાં કર્મો આવતાં અટકી જાય છે, અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે. તેથી પહેલી પંક્તિમાં શ્રીમદ્ યોગ્ય જ કહે છે કે જ્ઞાનીને આશ્રવનાં દ્વાર સંવર અને નિર્જરારૂપ છે.
આ પછીના ત્રણ દેહરામાં જૈનધર્મની ઉત્તમતા તથા તેના મુખ્ય તત્તવની વિચારણા બતાવી છે. બીજા દેહરામાં જિનને ઉપદેશ એ ત્રણે કાળમાં ઉત્તમ છે, તથા તે દર્શનમાં બધા જ મત સમાઈ જાય તેવું તે વિશાળ છે, એ બતાવ્યા પછી ત્રીજા દાયરામાં તેનું કારણ બતાવતાં તેઓ કહે છે કે –
જિન સે હી હૈ આતમા, અન્ય હાઈ સે કર્મ,
કર્મ કટે સે જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ.” ૧૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૯૬. ૧૩. એજન, પૃ. ૮૨, “મોક્ષમાળા ”, પાક ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org