________________
પ્રકરણ ૭ પ્રકીર્ણ પદ્ય-રચનાઓ
“આત્મસિદ્ધિ” તથા “અપૂર્વ અવસર” ઉપરાંત લગભગ ૧૮ જેટલી પદ્યરચનાઓ શ્રીમની વીસ વર્ષની વય પછીથી રચાયેલી ઉપલબ્ધ થાય છે. તે રચનાઓનું તરત જ નજરે ચડે તેવું લક્ષણ, તેમાં નિરૂપિત થયેલ વિષય છે. આ બધી રચનાઓ ધર્મ કે આત્માને લગતી તત્ત્વવિચારણાથી ભરપૂર છે. વીસ વર્ષની વય પછીથી શ્રીમદ્દે મોક્ષપ્રાપ્તિ માટે જે પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો, તેનું તથા તે વિશેની વિચારણાનું પ્રતિબિંબ આપણે આ રચનાઓમાં જોઈ શકીએ છીએ.
આ રચનાઓ ધર્મ કે આત્માને લગતી તત્ત્વવિચારણાથી ભરપૂર હોવા છતાં, તેના કેટલાક વિભાગ કરી શકાય છે. “બિના નયન”, “યમનિયમ”, “મારગ સાચા મિલ ગયા” તથા “હોત આસવા પરિસવા” એ જ રચનાઓ હિંદી ભાષામાં છે, જે શ્રીમદનું હિંદી ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. “લઘુવયથી અભુત થયો તરવજ્ઞાનને બેધ”,
ધન્ય રે દિવસ આ અહે”, અને “આજ મને ઉછરંગ અનુપમ” એ ૩ કૃતિઓ શ્રીમદની આંતરિક પરિસ્થિતિ તથા પ્રસંગો વર્ણવે છે. “મૂળમાર્ગ રહસ્ય”, “પંથ પરમપદ બો” અને “આતમ ભાવના...... ” એ રચનાઓમાં શ્રીમદે મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે ? અને “દૃષ્ટિભેદથી ભિન્ન ભિન્ન મતદર્શન” તથા “લોકસ્વરૂપ રહસ્ય”માં મોક્ષમાર્ગનું નિરૂપણ સાથે અનુક્રમે ગુરુમહાભ્ય તથા સૃષ્ટિનું સ્વરૂ૫ વર્ણવ્યાં છે. આમ મોક્ષમાર્ગ ચીંધતી પ રચનાઓ મળે છે. જડ અને ચિંતન એ બે તત્વ વચ્ચેનો ભેદ શ્રીમદે “જડ ભાવે જડ પરિણમે” તથા “જડ ને ચૈતન્ય બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન” એ બે કૃતિઓમાં બતાવ્યો છે. જેના દર્શન અનુસાર સાચું જ્ઞાન કર્યું તે, “જિનવર કહે છે જ્ઞાન તેને” એ કાવ્યમાં કહ્યું છે. તેવી જાતનું જ્ઞાન થયા પછી, સાધકને પિતાની અલ્પતાનું ભાન થાય છે ત્યારે, કેવા ભાવ ઊઠે છે તે શ્રીમદ્દ “પ્રભુ પ્રત્યે દીનત્વ” નામના ૨૦ દેહરામાં આલેખેલ છે. “અંતિમ સંદેશ” એ શ્રીમદે પોતાના અંતિમ દિવસેમાં ગીજનની અભિલાષા વર્ણવતું પદ રચ્યું હતું તે રજૂ કરે છે. આ ઉપરાંત ગુરુમહાભ્ય બતાવતા કેટલાક દેહરા અને “બ્રહ્મરસ”ના વર્ણનની કેટલીક પંક્તિઓ ઉપલબ્ધ થાય છે.
આ બધી રચનાઓમાં જૈન દર્શન અનુસાર તત્ત્વવિચારણા જેવા મળે છે. તેમણે મેક્ષમાર્ગ પણ જેના દર્શન અનુસાર વર્ણવ્યો છે. જોકે તેઓ કઈ મતના આગ્રહી ન હતા. પણ જૈન તત્ત્વવિચારણા તેમને ઉત્તમ જણાઈ હતી, તેથી તે અનુસાર રચના થાય તે સ્વાભાવિક છે. મેક્ષમાર્ગમાં સમ્યક જ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફચારિત્રની એકતાને મુખ્ય ગણવેલ છે.
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org