________________
શ્રીમદની જીવનસિદ્ધિ યમનિયમ
વિ. સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ નિવૃત્તિ અર્થે પર્યુષણના દિવસોમાં રાળજ (ખંભાત પાસે) રહ્યા હતા. તે વખતે તેમણે આ કાવ્યની રચના કરી હતી. આ પણ તેમનું હિંદીમાં રચાયેલું પદ્ય છે. તેમાં શ્રીમદે અનંત ભવથી શું શું કરવા છતાં આત્મજ્ઞાન મેળવ્યું નથી તે વર્ણવી શું કરવાથી આત્મજ્ઞાન થાય તેને બંધ કર્યો છે. સદગુરુની પ્રાપ્તિ વિના કરેલાં સર્વ સાધના બંધનરૂપ થયાં હતાં, કારણ કે તે સાધને કઈ રીતે દોષિત હતાં, અને તે દોષ ટાળવા માટે ગુરુની અગત્ય કેટલી છે તે ૩૨ પંક્તિના આ લાંબા કાવ્યમાં શ્રીમદે બતાવ્યું છે. તોટક છંદમાં રચાયેલા આ કાવ્યના બે ભાગ પડી જાય છે.
ચાર ચાર લીટીની એક કડી, એવી પહેલી ચાર કડીઓમાં જીવે જ્ઞાન મેળવવા શું શું કર્યું છે તેનું વર્ણન આપ્યું છે. અને એ બધા પ્રયત્નો કરવા છતાં જ્ઞાન શા માટે ન પ્રગટયું, તેમાં કઈ ખામી રહી ગઈ હતી તે, તથા શું કરતાં આત્મજ્ઞાન થાય તે, પાછળની ચાર કડીઓમાં શ્રીમદે બતાવ્યું છે.
જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છાથી જીવે કેવા કેવા પ્રયત્નો કર્યા છે, તેના વર્ણનમાં જૈનધર્મના પારિભાષિક શબ્દોને શ્રીમદે છૂટથી ઉપગ કર્યો છે. તેથી તે શબ્દ ન જાણનારા માટે આ રચના સમજવામાં કઠિન લાગવા સંભવ છે. જે કરેલા પ્રયત્ન –
યમનિયમ સંયમ આ૫ કિયે, પુનિત્યાગ વિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયે મુખ મૌન રહ્ય, દઢ આસન પદ્મ લગાય દિયે, મનપન નિરોધ સ્વબોધ કિયે, હઠ જોગ પ્રયોગ સુતાર ભયે, જપ ભેદ જપ તપ ત્યૌહીં તપે, ઉરસેહિ ઉદાસી લહી સબપિ. સબ શાસ્ત્રન કે નય ધારી હિચે, મત મંડન ખંડન ભેદ લિયે,
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પચે.” યમ, નિયમ, સંયમનું પાલન, ત્યાગી દશાનું પાલન, મૌન વ્રત લેવું, વનવાસ લો, દઢ પદ્માસનમાં સ્થિર રહેવું, જપતપ કરવાં, શાસ્ત્રો મુખે કરવાં, ઈત્યાદિ સાધનો અનંત વાર કર્યા છતાં આત્મા પ્રાપ્ત થયે નહિ એ અહીં શ્રીમદે બતાવ્યું છે. યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનું જીવનભર પાલન. નિયમ એટલે અમુક સમય માટે અમુક ત્યાગ, ઉપવાસ કરવા તે. સંયમ એટલે પાંચ ઈન્દ્રિય તેમ જ મનને નિગ્રહ અને છકાય – પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, ત્રસ – જીવની રક્ષા કરવી. જ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે જીવે પોતાના સ્વછંદથી યમ, નિયમ, સંયમ વગેરેનું પાલન કર્યું છે, વળી, સ્ત્રી, પુત્ર, ગૃહ આદિનો ત્યાગ તેમાં એાછી આસક્તિ રાખી તે વિશે અથાગ વિરાગ્ય પણ કેળવ્યા છે, બાહ્ય ત્યાગી થઈ વનવાસ સ્વીકાર્યો છે, મુખથી મૌનવાણુનો સંયમ ધારણ કરેલ છે. પ્રાણાયામ, શ્વાસનિરોધ વગેરે હઠગના પ્રયોગોમાં
૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૬. આંક ૨૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org