________________
૭. પ્રકીર્ણ પદ્યરચનાઓ
બીજાને ઉપદેશ આપવા જતાં આત્મહિત ભુલાઈ જાય છે, કારણ કે તે માટેની સાચી દશા પ્રાપ્ત ન થઈ હોવાથી જીવ બેટા માનમાં તણાઈ જાય છે. જ્ઞાનીની દશા અને ભૂમિકા ન્યારી હોવાથી તેઓ માનમાં તણાઈ જતાં નથી, પણ સામાન્ય જીવને તેમાં તણાતાં વાર લાગતી નથી.
સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ” એ પંક્તિમાં બતાવેલી સ્થિતિને ગ્રાક્ષ આપતાં કેટલાંક વચના શ્રીમદનાં લખાણમાં મળે છે: “અમે દેહધારી છીએ કે કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.”૮ “હું કેઈ ગછમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહિ.”પ આમ જ્ઞાનીને નિવાસ અસંગ અને અપ્રતિબદ્ધ આત્મામાં હોવાને લીધે તેમના દેશ અગમ અને સહુથી ન્યારો ગણાય છે.
જપ, તપ, વ્રત વગેરે યમનિયમને જ આત્મજ્ઞાન પામવાના સાધનરૂપ માની જે કિયાજડ બની જાય છે તેઓ તો મિથ્યાવનું દઢીકરણ કરે છે, પણ જ્ઞાની પુરુષની આજ્ઞાથી
એ બધું કરવામાં આવે તો તે આત્મજ્ઞાન પામવા માટે સહાયક થાય છે, અર્થાત્ સંતની કપ ન થઈ હોય ત્યાં સુધી જપ, તપ વગેરે ભ્રમરૂપ – સંસાર પરિભ્રમણ વધારનાર છે, અને સંતની કૃપા થતાં તે જ વ્રતે મુક્તિદાતા બને છે, તે સ્થિતિ શ્રીમદે પાંચમા દોહરામાં બતાવી છે. તેથી સર્વ સમપર્ણભાવથી સદગુરુનાં ચરણમાં વર્તવાનો બોધ કરતાં અંતિમ દેહરામાં શ્રીમદ કહે છે કે –
પાયાકી એ બાત હૈ, નિજ છંદન છે;
પી છે લાગ પુરુષકે, તે સબ બંધન તોડ.” ૬ અહી બતાવ્યા પ્રમાણે સૌથી મૂળભૂત વાત તો એ છે કે સ્વછંદ છોડ જરૂરી છે. જીવ પોતાના છંદ ચાલે તે કલ્યાણ ન થાય, પણ સ્વછંદ છોડીને પુરુષની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક ક્ષણ વ્યતીત થાય તો જીવનાં સર્વ બંધને છૂટી જાય. સદ્દગુરુની આજ્ઞાનું આવું માહાભ્ય શ્રીમદનાં નીચેનાં વચન પણ બતાવે છે –
* બીજુ કંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.”૬
આમ ૧૨ પતિના આ નાના કાવ્યમાં શ્રીમદ્ ગુરુમહાસ્ય અને ગુરુની આજ્ઞાએ ચાલવાથી મળતું ફળ દર્શાવ્યાં છે. કાવ્યની ભાષા હિંદી હોવા છતાં શબ્દોની ગોઠવણી સરળ અને પરસ્પર અનુરૂપ છે. શબ્દોને ફેરફાર કરતાં અર્થનું ગૌરવ ઓછું થતું જણાય છે. આમ અહીં શ્રીમદે આત્મજ્ઞાન પામવા માટે સરળ તથા સચેટ માર્ગ બતાવ્યું છે.
૪. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૦. ૫. એજન, પૃ. ૧૭૦. ૬. એજન, પૃ. ૧૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org