________________
૩૮
શ્રીમદ્ભી જીવનસિદ્ધિ આ દૃષ્ટિથી ન વિચારીએ અને વાક્યર્થ જ લેવા જઈએ તો તેમાં વિરોધાભાસ આવશે. તે પંક્તિને વાકયાર્થ આ પ્રમાણે થાય; “નયન વિના, નયન વગરનાની વાત સમજાય નહિ.” એટલે કે અંધ મનુષ્યને સમજવા માટે આંખે હોવી જોઈએ, તે અસંગત લાગે છે. ખરેખર તે એમ હોય છે, જેને આંખ ન હોય તે જ આંખ વિનાનાનું દુઃખ સમજી શકે. ત્યારે અહીં તો આંખ વગરનાનું દુઃખ જોવા આંખની આવશ્યકતા બતાવી છે, તેથી વિરોધ લાગે છે. આ દેખાતો વિરોધાભાસ, આત્મદષ્ટિથી વિચારતાં ટળી જાય છે તે ઉપર જોયું. આમ અનાયાસે ખૂબવાળી પંક્તિ શ્રીમદે અહીં રચી છે.
બિના નયનની વાતરૂપે જણાવેલ આત્માને જાણવા માટે સદગુરુની અગત્ય બતાવતાં શ્રીમદે બીજી પંક્તિમાં લખ્યું છે કે, “સે સદ્દગુરુ કે ચરણ,સે પાવે સાક્ષાત્ ” સદ્દગુરુનાં ચરણે સેવવાથી, તેમની આજ્ઞા યથાતથ્ય પાળવાથી, આત્મા સાક્ષાત્ - પ્રત્યક્ષ થાય છે. આવા આત્મજ્ઞાન આપનાર ગુરુની અનિવાર્યતા બતાવતા બીજા બે દોહરામાં શ્રીમદે લખ્યું છે કે :
બુગી ચહત જે પ્યાસકે, હે બુઝનકી રીત, પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત, ૨ એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ,
કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ.” ૩ આત્માને જાણવાની લગની – તરસ જે જીવને લાગી હોય તે તે તરસ છિપાવવાને માર્ગ પણ છે. એ ઉપાય તે ગુરુની કૃપા. આ ઉપાય અનાદિ કાળથી જ્ઞાનીઓએ બતાવ્યો છે. ગુરુની આજ્ઞા યથાર્થ પાળવી, તેમણે કહેલા માર્ગે જ ચાલવું એ આત્મા પામવાને સારો ઉપાય છે. આ રસ્તે ચાલીને અનેક જીવો મુક્તિ પામ્યા છે, તેથી તે માર્ગ આત્મકલ્યાણ સાધવા માટે કપિત નથી, તેમ જ ભૂલભરેલો – વિભંગ – પણ નથી, સત્ય જ છે. આથી આ પંચમકાળમાં પણ આ માર્ગે જવાથી ઘણા જીવો આત્મજ્ઞાનને પામ્યા છે. આમ શ્રીમદ્ ગુરુમાતામ્ય ગાયું છે.
આત્મજ્ઞાન પામવા માટે તથા ગુરુની આજ્ઞા પાળવા માટે જીવમાં કયા કયા લક્ષણો હોવાં જોઈએ તેની સમજ પાછળના ત્રણ દેહરામાં આપી શ્રીમદે આ કાવ્ય પૂર્ણ કર્યું છે. એ વિશે સૌ પ્રથમ હિતવચન કહ્યું છે કે “નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ, જ્ઞાનીના સમાગમ કે ઉપદેશથી જે કંઈ જ્ઞાનવૃદ્ધિ થાય તેનો ઉપયોગ બીજાને બેધવામાં નહિ પણ પોતાના આચારમાં ઉતારવા કરવો. આ પંક્તિ સમજાવતાં શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે કે –
જે કંઈ સહ્યુતનું પઠન, પાઠન, મનન, ચિંતવન થાય તે માત્ર સ્વાધ્યાય અથે, પિતાના આત્માને જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ ઉત્તરોત્તર ઉત્તમ ભૂમિકા પ્રાપ્ત થાય, અંતર-ચક્ષુ પ્રગટે અને આત્માનંદરૂપે અમૃતરસની પ્રાપ્તિ થાય, જેથી પોતાનો આત્મા કર્મબંધનથી મુક્ત થાય તે લક્ષે જ ઉપદેશ ગ્રહણ થાય તે કર્તવ્ય છે.”૩ ૩. “શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણુ”, આવૃત્તિ ૧, પૃ. ૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org