________________
૬. અપૂર્વ
અવસર
૩૪૫
મનોકામના છે. પિતાના દેહ પ્રત્યે પણ માયા ન રાખવાનો એમનો નિર્ધાર અહીં જણાય છે દેહ આદિ મારાં નથી, હું શુદ્ધ ચૈતન્યમય, અવિનાશી આત્મા છું, દેહનાશથી મને કશું નુકસાન થવાનું નથી – એવી જાતની ચિંતવના કે ભાવના દ્વારા મુનિ ધર્મને અથે દેહને પણ જતા કરી દે છે, અને તેમાં જરાય રાગ કરતા નથી, કારણ કે સૂક્ષમ રાગ પણ જીવને આડે આવે છે. ગૌતમસ્વામીને મહાવીર પ્રભુ પર સૂફમ રાગ તેમના કેવળજ્ઞાનને પ્રગટ થવા દેતો નહોતે એ ઉદાહરણ શ્રીમદ્ “મોક્ષમાળામાં આપ્યું છે.૪૮ ધર્મને માટે દેહ જત કરનાર, તેમાં મમત્વપણું ન કરનાર સુદર્શન શેઠ૮૯ જેટલો માયાત્યાગ કરવાની અહી ભાવના છે.
કોધ, માન, માયા વગેરેથી છૂટનાર જીવ કેટલીક વખત લોભથી છૂટી શકતો નથી. સાતમે ગુણસ્થાને પહોંચેલા મુનિ શિષ્ય, પુસ્તક, માન આદિ બાહ્ય રાગથી મુક્ત હોય છે, તેથી તપ, ચારિત્ર આદિના પ્રભાવથી નિગ્રંથ મુનિને કેટલીક લબ્ધિઓ પ્રગટે છે. આ લબ્ધિ ઘણા પ્રકારની હોઈ શકે છે, જેમ કે – ઘૂંક ઔષધરૂપ થાય, નાક, કાન, આદિને મેલ ઔષધરૂપ થાય, શરીર વિકુવી શકે, શરીરને હલકું, ભારે, નાનું કે મેટુ બનાવી શકે, – વગેરે પ્રકારની લબ્ધિ હોય છે. મુનિએ એ લબ્ધિ પોતાના આત્માના વિકાસ અથે અંતરમાં શમાવી દેવાની હોય છે. પણ જે સાવધ ન રહેતાં, કોઈને કોઈ કારણે મુનિ તેનો ઉપયોગ કરવા લાગે તો તેમાંથી મુનિનું ચારિત્ર શિથિલ બનતાં આધ્યાત્મિક પતન થાય છે. પિતાને પ્રગટેલી લબ્ધિથી ઉપસર્ગ, પરિષહ કે રોગાદિનો પરાભવ કરવાની ઈચ્છા મુનિએ ન રાખવી જોઈએ, અને પ્રાપ્ત કર્મોદય સમભાવે વેદવો જોઈએ. જે તેમ ન કરતાં કેઈ કારણે લબ્ધિને ઉપયોગ કરવાનો વિકલ્પ મુનિને આવે તો લોભ ત્યાં પ્રવેશી ગયા છે તે નિશ્ચિત થાય છે. આવા લોભને પ્રવેશવા ન દેવાની ભાવના અહીં વ્યક્ત થયેલી છે. આવું નિર્લોભાણાનું ઉદાહરણ શ્રી સનકુમાર ચક્રવતીનું છે. તેઓ જ્યારે મુનિરૂપે વિચરતા હતા ત્યારે તેમનો દહ ખૂબ રોગિષ્ઠ બન્યું હતું, તે વખતે લબ્ધિથી રોગને નાશ કરવાની તેમની શક્તિ હવા છતાં તેમણે તેનો ઉપયોગ ન કરતાં રેગથી દેહનો નાશ થવા દીધું હતું.પ૦
આમ શ્રીમદે આ કડીમાં ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયનો નાશ ઇચ્છો છે. આ કડી વિશે શ્રી કાનજીસ્વામી જણાવે છે કે –
- “સ્વરૂપની યથાર્થ જાગૃતિના ભાવ વડે અપૂર્ણતાના આ સંદેશા છે. અંતરંગમાં આત્મબળનું જોડાણ સ્થિરતામાં અધિકપણે વતે છે, અને વીતરાગ સ્વભાવને સિદ્ધ કરીને તે રૂપ થવાની ભાવના અહીં ભાવે છે. એમના નિઃશંક અભિપ્રાયમાં ભવને અભાવ દેખાય છે.”૫૧ આ કડીની પહેલી બે પંક્તિઓ – ૪૮-૪૯-૫૦ “મોક્ષમાળા , પાઠ ૪૪. અને ઉ. અને ૭૦. ૫૧. “ અપૂર્વ અવસર પરનાં પ્રવચને ”, પૃ. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org