________________
૬. અપૂર્વ અવસર
૩૫૯
વર્ણન કર્યું છે. “ઉત્તરાધ્યયનસૂત્ર”માં “ચારિત્રપ્રાપ્તિ ”નું આપેલું ફળ આ કડી સાથે સરખાવવા જેવું છે. “ઉત્તરાધ્યયનસૂત્ર”ની કંડિકામાં લખ્યું છે કે –
___ " चरित्तसंपन्नया ण' सेलेसीभाव जणयइ । सेलेसिं पडियन्ने य अणगारे चत्तारि केवलिकम्भ से खवेइ । तो पच्छा सिज्झइ बुझइ मुच्चइ सव्य दुक्खाणमंतं करेई । "७.१.
આ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ચારિત્ર પામેલો જીવ શૈલેશીભાવ પ્રાપ્ત કરે છે અને તેવા ભાવવાળે સાધુ બાકીના ચાર અઘાતી કર્મનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને સમસ્ત દુઃખોનો અંત આણે છે. શ્રીમદે પણ અહીં ચારિત્રહને નાશ કર્યા પછી ક્ષકશ્રેણીએ ચડી પોતાને અનન્ય શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાની ભાવના બતાવી છે. ક્ષપકશ્રેણીએ ચડવાની શરૂઆત કર્યા પછી જીવ ૧૨માં ગુણસ્થાનના અંતભાગમાં આવે ત્યારની આત્માની દશાનું વર્ણન ૧૪મી કડીમાં જુઓ –
મેહસ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ,
પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.” અપૂર્વ ૧૪ સંપૂર્ણ પણે વીતરાગ થવાની ભાવનાને શબ્દદેહ આપતાં કવિ આ કડીમાં કહે છે કે, મેહરૂપી સ્વયંભૂરમણ નામને સમુદ્ર તરી જઈ, ક્ષીણમેહ નામના ૧૨મા ગુણસ્થાને પહોંચું, અને તે ભૂમિકાના કેટલા સમયે સંપૂર્ણપણે વીતરાગ બની આત્માને કેવળજ્ઞાનરૂપી ભંડાર પ્રાપ્ત કરું એ અપૂર્વ અવસર ક્યારે આવશે?
જીવન સંસારમાં પરિભ્રમણ કરાવનાર મુખ્ય કર્મ મેહનીય છે. તેથી એ સૌથી ભયંકર ગણાય છે. આ કર્મનો નાશ કરવા માટે સૌથી પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે. તેથી તે કર્તાએ અહી મેહને માટે “સ્વયંભૂરમણસમુદ્ર”નું રૂપક ચેર્યું છે. જૈન ભૂગોળ અનુસાર મધ્યલોકમાં “જબુદ્વીપ” એક લાખ જોજન વિસ્તારવાળે છે. તે ગેળ છે. અને તેને ફરતા અસંખ્યાત દ્વીપ તથા સમુદ્રની પરંપરા છે. તેમાં સૌથી છેલ્લે “સ્વયંભૂરમણ નામને સૌથી મોટો સમુદ્ર છે, તેને વિસ્તાર અસંખ્યાત જેજેનનો છે. આ સમુદ્રને તરવા જેટલો પુરુષાર્થ કરવો પડે તેટલો જ પુરુષાર્થ મોહને જીતવા કરવો પડે તે બતાવવા અહીં મહેને “સ્વયંભૂરમણસમુદ્ર”ની ઉપમા આપી છે. આથી મેહને જીતવા માટે સાધક પુરુષાર્થ ઉપાડે ત્યારે, શ્રી કાનજીસ્વામી કહે છે તેમ, તે એ પ્રમાણે વિચારે કે –
“જેમ મહ મહાસમુદ્ર જેવો છે, તેમ મારામાં તેનાથી પણ અનંતરાણી અપરિમિત – બેહદ શક્તિ છે. તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું, કે જેથી માહ સર્વથા ટળી જાય, અને હું જે શુદ્ધ પવિત્ર જ્ઞાનઘન છું તેવો થઈ રહું, સ્વરૂપમાં અતિ સાવધાની રાખું કે જેથી ચારિત્રમેહનો સ્વયમેવ સર્વથા ક્ષય થઈ જાય.”૭૨ ૭૧. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨૯, કડિયા ૧. ૭૨. “ અપૂર્વ અવસર પરનાં પ્રવચને ”, પૃ. ૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org