________________
૬. અપૂથ અવસર
આ જ દૃષ્ટિએ શ્રી “આચારાંગ” કહે છે, “ બેn arગર સે સä. ગાજર ' આમ કેવળજ્ઞાનમાં સર્વ ભાવનું જ્ઞાતાદ્રષ્ટાપણું નિરૂપાયું છે.”
“જ્યાં કેવળ પિતાના સ્વભાવનું અખંડ નિર્વિકલ્પજ્ઞાન વર્તે છે ત્યાં પરવસ્તુ એટલે જગતના અનંત પદાર્થો તે નિર્મળજ્ઞાનમાં સહેજે જણાય છે, એ ન્યાય આ
ગાથામાં આવી જાય છે.” ૭૭ – એમ શ્રી કાનજીસ્વામી જણાવે છે કે –
કેવળીને એ બધું જાણવાની ઈચ્છા હતી નથી પણ આત્માની નિર્મળતાને લીધે તે સર્વ દેખાય છે તે જણાવવા શ્રીમદ્દ “શુદ્ધતા” શબ્દનો ઉપયોગ કર્યો છે. જેમ દીવો હોય ત્યાં, તે જગાની વસ્તુઓ આપોઆપ પ્રકાશમાન થાય છે અને જોઈ શકાય છે તેમ કેવળજ્ઞાનમાં વસ્તુઓ જોઈ શકાય છે.
આત્માનું અનંતજ્ઞાન તથા અનંતદર્શન પ્રગટ કરવાનું ધ્યેય પૂર્ણ થયું છે, અને તે પૂર્ણ વીતરાગસ્વરૂપ બન્યો છે તેથી તેને માટે “કૃતકૃત્ય”૭૮ અને “પ્રભુ”૭૯ જેવા શબ્દો ચેથી પંક્તિમાં જાય છે. કેવળજ્ઞાન પ્રગટવાની સાથે આરામાં અનંતવીર્ય પ્રગટે છે તેનો ઉલ્લેખ શ્રીમદે અહીં કર્યો છે, અર્થાત્ તેમણે જણાવ્યું છે કે જેણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે તેવા આત્મામાં અનંતવીય, અનંત પ્રકાશ આદિ ગુણો કેવળજ્ઞાન સાથે પ્રગટે છે.
અહીં શ્રીમદ્દે કેવળજ્ઞાન પ્રગટે તે વખતની ઘાતી કર્મોની સ્થિતિનું વર્ણન આપ્યું છે. કેવળી થયા પછી જ્યાં સુધી દહ હોય ત્યાં સુધી ક્રિયા તે હોય જ છે, પણ તે કયા પ્રકારની હોય તે “ઉત્તરાધ્યયનસૂત્ર” માં નીચે પ્રમાણે બતાવ્યું છે –
" जाव सजोगी भवइ ताव इरियावहिय कम्भ निबंधइ सुहफरिस दुसमयठिइय। त जहा-पढमसमये बद्ध बिइयसमये वेइयं तइयसमय निज्जिण्णं तबद्ध पुट्ट उदीरियं वय निजिण्ण सेआल
य अकम्म चावि भवइ ।"८०
એટલે કે કેવળી એક સમયે કર્મ બાંધે, બીજે સમયે વેદ અને ત્રીજે સમયે તે નિર્જરી જાય એવી કિયા “ઉત્તરાધ્યયનસૂત્ર” માં બતાવી છે.
ચાર ઘાતી કર્મની સ્થિતિ બતાવ્યા પછી શ્રીમદ બાકીનાં ચાર અઘાતી કર્મની કેવળજ્ઞાન થયા પછીની સ્થિતિ આ પ્રમાણે બતાવે છે –
૭૭. “અપૂર્વ અવસર પરનાં પ્રવચન ", પૃ. ૮૧. ૭૮. જેણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે તે. ૭૯, વીતરાગ. ૮૦. “ઉતરાધ્યયનસૂત્ર”, અધ્ય. ર૯, ગાથા ૭૧, પૃ. ૨૭ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org