________________
૬. અપૂર્વ અવસર
“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે.” અપૂર્વ આ બે કડીમાં વર્ણવ્યું છે તેવું અપૂર્વ સુખ પામવાની શ્રીમદની અભિલાષા અહીં વ્યક્ત થયેલી છે. પોતે કેવું સુખ પામવા ઈચ્છે છે તેના ઉદાહરણ રૂપે શ્રીમદ્ સિદ્ધગતિનું - મેક્ષનું વર્ણન કર્યું છે. તે આપણે ઉપસંહારરૂપે રચાયેલી બે કડીમાં જોઈ શકીએ છીએ.
ઉપસંહાર
જીવના ચોથાથી ચોદમાં ગુણસ્થાન સુધીનું વર્ણન કર્યા પછી તેને ઉપસંહાર શ્રીમદે બે કડીમાં કર્યો છે. પોતે ઈચ્છેલા સુખનું વર્ણન, તથા તે પ્રાપ્ત કરવા જે પ્રયત્ન કરવા પડે તેનું વર્ણન તેમણે પહેલી ૧૯ કડીમાં કર્યું છે, પણ તે વિશે તેમને પૂરો સંતોષ થયો ન હતા, તેમને લાગતું હતું કે પોતાને જે કહેવું છે તે પૂરતા પ્રમાણમાં તેઓ કહી શકયા નથી, કારણ કે તે અનુભવગેચર વાત છે, અને તે સંપૂર્ણ રીતે વ્યક્ત કરવામાં વાણીની મર્યાદા આડી આવે છે. પોતાને નડતી એ મર્યાદા સ્પષ્ટતાથી જણાવવા શ્રી તીર્થંકર પ્રભુનું ઉદાહરણ આપતાં તેઓ ૨૦મી કડીમાં કહે છે –
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે ?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” અપૂર્વ ૨૦ શ્રી સર્વજ્ઞભગવાન જે સિદ્ધપદને તેમના જ્ઞાનમાં જોયું છે, તેનાં સુખને તથા સ્વરૂપને તેઓ પણ સંપૂર્ણ પણે વર્ણવી શક્યા નથી. વાણીની મર્યાદા તેમને પણ નડી છે. શ્રી સંતબાલજી કહે છે કે –
વાણું એ અંતઃકરણના ભાવાન વ્યક્ત કરવાનું એક સાધન ખરું પણ શબ્દસ્વરૂપ ધર્યા પછી એ પુદ્ગલ હાઈને એનું સ્વરૂપ પલટાઈ જાય છે. એટલે જ ગમે તેવા પ્રેરક ભાવોથી વાણું નીકળી હોય તોય પાઠકનો આત્મા, પ્રેરણું ઝીલી શકે તેટલો તૈયાર ન હોય તે એને સાર્થક થતી નથી.”૯૩
એથી જ સર્વજ્ઞ પુરુષને પરમપદને અનુભવ હોવા છતાં, એ અનુભવને સવજ્ઞપુરુષ વાણીમાં પૂર્ણ પણે ઉતારી શકતા નથી. આ અંગે શ્રી નગીનદાસ શેઠે કહ્યું છે કે –
શ્રી સર્વજ્ઞ ભગવાને સિદ્ધાત્માનું સ્વરૂપ તેમના કેવળજ્ઞાનમાં જાણ્યું તેના અનંતમા ભાગે તેઓ વાણીમાં ઉતારી શકે, કહી શકે, અને જેટલુ વાણી દ્વારા કથન થાય તેના અનંતમાં ભાગે છદ્મસ્થ ગણધર ભગવાન તેમના જ્ઞાનમાં ઝીલી શકે, અને તેના પણ અનંતમાં ભાગે તેઓ બીજાને સમજાવી શકે. ”૯૪ ૯. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૨૦૧. ૯૪. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ", પૃ. ૨૩૫.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org