________________
૬. અપૂર્વ અવસર
૩૬૯ સિદ્ધદશાના સુખને ખ્યાલ આપતાં શ્રીમદ આ કડીમાં કહે છે કે, કર્મક્ષય કરવા અત્યાર સુધી કરેલા સાધનારૂપ પૂર્વ પ્રયોગોના કારણે આત્મા કર્મથી મુક્ત થતાં તેની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી તે સિદ્ધક્ષેત્રે પહોંચી જાય છે, અને ત્યાં તે આદિવાળા તથા અંત વિનાના સમાધિસુખમાં, અનંત જ્ઞાન તથા દર્શન સાથે સ્થિર થવાને અપૂર્વ અવસર ક્યારે આવશે ?
જીવ અને અજીવ બંને સ્વભાવથી ગતિશીલ છે. જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિ કરે છે અને પુદ્ગલ અધોગતિ કરે છે. અશુદ્ધ આત્મા નીચી, તીરછી, ગમે તે દિશામાં ગતિ કરે છે; તેમ થવાનું કારણ કમલનું દબાણ હોય છે, પણ તે શુદ્ધ થતાં પોતાને સહજ એવી ઊદર્વગતિ સ્વીકારે છે.
આત્મા આ ગતિ પૂર્વપ્રમાદિ કારણના યોગથી કરે, તેમ પહેલી પંક્તિમાં બતાવાયું છે, પૂર્વ પ્રયોગ એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેનાથી મળતે વેગ. પૂર્વપ્રયાગનાં ૪ દાંતે શાસ્ત્રમાં અપાયાં છેઃ
૧. કુંભારચક, ૨. બંધ છેદ, ૩. સ્વાભાવિક પરિણામ અને ૪. અસંગતા. (૧) કુંભારનો ચાકડે જેમ એક વખત જોરથી ફેરવ્યા પછી, ફેરવવાનું છોડયા પછી
પણ પૂર્વે મળેલા વેગને પરિણામે ફર્યા કરે છે, તેમ કર્મમુક્ત આત્મા પણ
મુક્ત થવા માટે પૂર્વે કરેલા પ્રયોગોના આવતા વેગથી ઊર્ધ્વગતિ કરે છે. (૨) કેશમાં રહેલું એરંડબીજ સુકાય ત્યારે કેશ ફાટવાથી તે વૃક્ષમાંથી નીકળી
ઊંચે જાય છે તેવી રીતે કર્મબંધન દૂર થતાં આત્મા ઊંચે જાય છે. (૩) અગ્નિની જ્વાળા જેમ સ્વાભાવિક રીતે ઊંચે જાય છે તેમ આત્મા પણ સ્વાભાવિક
ગતિથી ઊંચે જાય છે. (૪) તુંબડીનું સ્વાભાવિક લક્ષણ પાણીમાં તરવાનું છે, પણ માટીથી લેપાયેલી તુંબડી
પાણીમાં ડૂબી જાય છે, અને માટી પાણીમાં પલાળીને નીકળી જાય છે ત્યારે તુંબડી જેમ તરવા લાગે છે, તેમ કર્મના સંગથી આત્મા અધોગતિમાં હતા,
તે સંગ જતાં આત્માની ઊર્ધ્વગતિ થાય છે. આમ પૂર્વપ્રોગાદિ કારણથી આત્મા ઉદર્વગતિ કરે છે. અહીં પૂર્વપ્રગટ સાથેના આદિ” શબ્દથી એ સૂચવાય છે કે કર્મનાશની સાથે કેટલાક ભાવોનો પણ નાશ મોક્ષપ્રાપ્તિ માટે આવશ્યક છે. એ ભાવ મુખ્યત્વે ચાર છે:
ઔપશમિક, ક્ષાપશમિક, ઔદયિક અને પરિણામિક, પૂર્વપ્રયાગાદિ કારણથી વેગ પામેલે આત્મા સ્વાભાવિક ગતિથી “સિદ્ધાલય” તરફ જાય છે.
સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી આત્મા જ્યાં સ્થિરતા પામે છે તેને સિદ્ધાલય કહેવામાં આવે છે. તે સ્થાન લોકને છેડે આવેલું છે. એથી ઉપર આત્મગતિ ન થવાનું કારણ એ છે કે એથી ઉપર જવા માટે ગતિમાં સહાયક થનારુ ધર્માસ્તિકાય તત્ત્વ અલોકમાં છે જ નહિ.”૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org