________________
૩૭૪
શ્રીમદની જીવનસિદ્ધિ તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રદ્ય,
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે.” અપૂર્વ, - “શ્રીમદ રાજચંદ્ર મહાન જ્ઞાની કે જૈનધર્મના અખા ભાગકાર હોવા છતાં પણ એમની પ્રકૃતિને એક ભાગ નિર્વિવાદપણે કવિન છે – વધારે છૂટ લઈને કહું તો, તે સ્વભાવે કવિ જેવા છે.”૯ ૭
આ બધાં પ્રમાણથી આપણે કહી શકીએ કે શ્રીમદે આ કાવ્ય પિતાની આંતરિક સ્થિતિને વ્યક્ત કરતું રચ્યું છે. તે પ્રમાણે વિચાર કરીએ તો કાવ્યના બે ભાગ દેખાય છે. પહેલા ભાગમાં ૧૨ કડી બીજા ભાગમાં ૯ કડી મૂકી શકાય. આ વિભાગ પાડવાનું કારણ તેમાં નિરૂપાયેલું વર્ણન છે.
પ્રથમની ૧૨ કડીઓ આપણે વાંચીએ ત્યારે તેઓ પોતાના ભૂતકાળની વાત કરતા હોય તે જાતનું આલેખન તેમાં જોવા મળે છે. અર્થાત્ તે પ્રકારનું ચારિત્ર તેમણે પૂર્વભવમાં પાળ્યું હોય તેવી છાપ આપણું મન પર પડે છે. ઉદાહરણ તરીકે ત્રીજી કડીની પહેલી પંક્તિમાં જણાવ્યું છે કે, “દનમેહ વ્યતીત થઈ ઊપયે બેય જે ” તે સ્પષ્ટ ભૂતકાળની વાત લાગે છે. ભવિષ્યની હેત તે “ દર્શનમેહ વ્યતીત કરી ઉપજાવું.” એવી કઈ જાતનું લખાણ હત. ૧૨મી કડીની પંક્તિ “ સર્વે માન્યાં પુદગલ...” પણ ભૂતકાળની વાત હોય એમ લાગે છે. ભવિષ્યની વાત હોત તો “સ માનું પુદ્ગલ...” એવી જાતનું લખાણ હોત.
આ પરથી આપણે કહી શકીએ કે તેમણે આ પ્રકારનું ચારિત્ર પૂર્વના કોઈ ભવમાં પાળ્યું હોવું જોઈએ, જેના સંસ્કારો આ ભવે આ પ્રકારનું લખાણ તેમની પાસે કરાવે છે. આ અનુમાનને તેમણે લખેલા પત્રમાંનાં નીચેનાં વચને પણ સમર્થન આપે છે. જુઓ –
સત્સંગનું માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપે થાય છે, અને નિરંતર અસગપણે તે ભાવના સ્ફરિત રહ્યા કરે છે.”૯૮
*ઉપશમશ્રેણે બે પ્રકારે છેઃ એક આજ્ઞારૂપએક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞારાધન સુધી પતીત થતું નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.”૯૯
પોતાના ભૂતકાળના વર્ણનરૂપ લાગતું આ લખાણ ૧૨ મી કડી પછી પલટો લે છે. અને ભૂતકાળ ભવિષ્યમાં પલટાય છે. જુઓ ૧૩ મી કડીની બીજી પંક્તિ - “આવું ત્યાં જ્યાં કરણઅપૂર્વ ભાવ જે.” અથવા ૧૪ મી કડીની ચોથી પંક્તિ - “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે” વગેરે. બીજી રીતે જોઈએ તોપણ તે સમજાય તેમ છે. આ કાવ્ય લખ્યું તે
૯૭. “ શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૯૧. ૯૮. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૩૨. ૯. અજન, પૃ. ૨૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org