________________
શ્રીમદની જીવનસિદ્ધિ જીવ તથા અજીવ બંને હોય તે લોક, અને અજીવનું માત્ર આકાશતત્ત્વ જ હોય તે અલોક. “ સિદ્ધાલય” લોકને છેડે આવેલું છે. તેથી ઊંચે અલોકમાં ધર્માસ્તિકાય તત્ત્વ ન હોવાથી આત્મા ત્યાં ગતિ કરી શકતું નથી. અને નીચે આવવાનો છે તેને સ્વભાવ જ નથી, એથી આમા સિદ્ધક્ષેત્રમાં રહે છે.
- સિદ્ધક્ષેત્રનાં સુખનું વર્ણન શ્રીમદે પાછળની બે પંક્તિઓમાં કર્યું છે. તે ક્ષેત્રમાં આત્માને સમાધિનું અનંત સુખ મળે છે. શ્રી નગીનદાસ શેઠ લખે છે તેમ –
સમાધિ એટલે આત્મપરિણામની સ્થિરતા. છદ્મસ્થની સમાધિ અથવા આત્મસ્થિરતા સામાન્ય રીતે અંતમુહર્તાની કહી છે ત્યારે કેવળી અને સિદ્ધ ભગવંતની આત્મસ્થિરતા અખંડ હોય છે.”૯૦
અખંડ સ્થિરતાને લીધે સિદ્ધના સુખને અનંત ગણાવ્યું છે. આ સુખને આદિ છે પણ અંત નથી તેથી શ્રીમદ્ “સાદિ અનંત” સુખ કહ્યું છે. આત્મા કમલથી રહિત થઈ શુદ્ધપદ પામે ત્યારથી તેને એ સુખને અનુભવ મળે છે એ અપેક્ષાએ તે સુખ સાદિ કહેવાયું છે, અને તે સુખને કદી અંત આવવાને નથી તે જણાવવા તે અનંત કહેવાયું છે. તે સુખને “સાદિ અનંત” ગણવા માટે “ઉત્તરાધ્યયનસૂત્ર”માં નીચે પ્રમાણેને ઉલેખ મળે છે –
“अगत्तेण साइया अपज्जवसिया वि य ।
પુરોળ મારવા અનવસિ વિ 1 | ”૯૧ અહીં બતાવ્યા પ્રમાણે સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધની અપેક્ષાએ આદિ અનંત કાળ છે, અને અનેક સિદ્ધની અપેક્ષાએ અનાદિ અનંત કાળ છે.
સમ્યકજ્ઞાન અને સમ્યક્દર્શનના અનંત ગુણધર્મો કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે, તેથી તે સમાધિસુખને “અનંતજ્ઞાન” અને “અનંતદર્શન” સહિતનું શ્રીમદે આ કડીની ચોથી પંક્તિમાં ગણાવ્યું છે. તે વિશે “ઉત્તરાધ્યયનસૂત્ર”માં ઉલ્લેખ મળે છે કે --
"अरूविणो जीवपणा जाणदंसगसन्निया ।
મારું સહં સંરના ૩વમાં ક8 નધિ ૩ || ''૯ ૨ આ ગાથામાં બતાવ્યા પ્રમાણે તે સિદ્ધ ભગવાન ઘનરૂપ, જ્ઞાન અને દર્શનના ઉપયોગવાળા તથા ઉપમારહિત છે. તેઓએ અતુલ સુખ પ્રાપ્ત કર્યું છે, જેને માટે ઉપમા જ નથી. આવા ઉપમારહિત જ્ઞાન માટે શ્રીમદ ચગ્ય રીતે જ કહે છે કે –
૮૯. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૧૯૫. ૯૦. “પરમપદ-પ્રાપ્તિની ભાવના”, પૃ. ૨૩૩. ૮૧. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૩૬, ગાથા ૬૫, ૫, ૩૪૭. ૯૨, એજન, ગાથા ૬૬, પૃ. ૩૪૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org