________________
શ્રીમદની જીવનસિદ્ધિ
આમ મેહનીયને નાશ થાય ત્યારે સાધક ૧૨ મા ક્ષીણમેહ નામના ગુણસ્થાને આવે છે, અર્થાત્ સાધક શુકલધ્યાનના બીજા વિભાગમાં પ્રવેશે છે, તે શ્રીમદે બીજી પંક્તિમાં દર્શાવ્યું છે. આ ગુણસ્થાને “મોહનીય એને સંપૂર્ણ નાશ થતો હોવાથી તે “ક્ષીણમોહ” કહેવાય છે. પોતાના આત્મસ્વરૂપમાં લીન બની, દઢ રહી “ક્ષીણમેહ ” ગુણસ્થાનના અંતભાગમાં સાધક પહોંચી જાય છે. ત્યાં અંતસમયે પૂર્ણપણે વીતરાગી બની આત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ અમૂલ્ય ભંડાર પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની પિતાની એ ભાવના શ્રીમદે આ કડીની બીજી બે પંક્તિમાં દર્શાવી છે –
“અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ,
પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે.” અપૂર્વ ત્રણે કાળ અને ત્રણે લોકનું સમય સમયનું જ્ઞાન હોવું તે કેવળજ્ઞાન, એવો કેવળજ્ઞાનનો પ્રચલિત અર્થ છે. આ અર્થમાં શ્રીમદને કેટલોક વિરોધ દેખાય છે. ૭૩ તેથી કેવળજ્ઞાનનું પોતે સમજ્યા છે તે સ્વરૂપ સમજાવતાં એક પત્રમાં તેઓ લખે છે કે –
જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તે આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય...”
* આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષને અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણું શકાય તે કેવળજ્ઞાન છે...”
આત્માને વિશેથી સર્વ પ્રકારના અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠ આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે કેવળજ્ઞાન છે. અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, ત માહાસ્યથી કરી બાહ્યદૃષ્ટિ જો પુરુષાર્થમાં પ્રવર્તતે હેતુ છે.”૭૪
પિતે જાણ્યું છે તેવું કેવળજ્ઞાન પ્રગટાવવાની ભાવના આ કડીમાં શ્રીમ ભાવી છે. તેમાં પણ પોતાને અનુલક્ષીને એ ભાવના વર્ણવી છે, તે આપણે “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન ” એ પંક્તિમાં જોઈ શકીશું. જે તેઓ સામાન્ય કથન કરતા હોત તો “પ્રગટાવું” નહિ પણ સાધક “પ્રગટાવે” એમ લખ્યું હતું. આમ અહી સાધક પ્રગટા” તે ભાવ કરતાં હું “પ્રગટાવું” તે ભાવ નિરૂપાયો છે.
શ્રીમદે કર્મનાશથી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે તે દર્શાવવા “ઉત્તરાધ્યયનસૂત્ર”ના નીચેના વચનને આશ્રય લીધો હોય તેમ બને. તેમાં જણાવ્યું છે કે –
૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૦૪-૫૦૫. ૭૪. એજન, પૃ. ૪૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org