________________
શ્રીમદની જીવનસિદ્ધિ ગુણસ્થાન ચડવામાં ક્ષપક શ્રેણી જ ઇચ્છવાનું એક બીજું કારણ પણ શ્રીમદ્દ માટે હતું. પોતે પૂર્વભવમાં ઠેઠ ૧૧મા ગુણસ્થાનેથી માર્ગના અજાણપણાને લીધે લથડ્યા હતા, તેને ઉલેખ સભાગભાઈ પરના એક પત્રમાં તેમણે કર્યો છે. તેમાં એ કારણ સમાયેલું જોઈ શિકાશે. વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ ભાગભાઈને તેમણે લખ્યું હતું કે –
“ગુણઠાણ એ સમજવા માટે કહેલ છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણું છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે ૧૧મેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે : એક આજ્ઞારૂપ, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળને ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.”૬૯
પોતે ૧૧મા ગુણસ્થાનેથી લથડડ્યા હતા તેનો ઉલ્લેખ આ છેલ્લા વાકયમાં જોઈ શકાશે. એથી ઉપશમણનું તેમને અનુભવજ્ઞાન હતું તેમ કહી શકાય. ક્ષપકશ્રણની અગત્ય બતાવતાં શ્રી સંતબાલજી યોગ્ય લખે છે કે –
“ક્ષપક – શ્રેણને લાયક થયેલે સાધક, મૂળે જ વિકસંપન્ન અને શ્રદ્ધાસંપન્ન હોય છે. એના જીવનમાં જૈન દૃષ્ટિએ જ્ઞાન અને ક્રિયાને સુંદર સહચાર હાય છે. યૌગિક દૃષ્ટિએ જ્ઞાનયોગ, કર્મગ અને ભક્તિયેગને સરસ સમન્વય હોય છે. એટલે જ એન દઈ તપ આમાના અનહદ, ઉદાર, અકલંક પરમ સ્વરૂપના અનાહત મનન નિદિધ્યાસનની ભૂમિકાને પરિપાક આપે છે કે જે પરિપાક મળ્યા પછી અનંત યુગની ભાવટ એકાએક ભાંગી જાય છે.”૭૦
આવી ક્ષપકશ્રેણીએ ચડી અનન્ય ચિંતન દ્વારા પોતાના અતિશય શુદ્ધ સ્વભાવ પ્રગટાવવાની ભાવના શ્રીમદે અહીં દર્શાવી છે. ૮ થી ૧૨ ગુણસ્થાનેએ જીવ બહુ અલ્પ સમય રહે છે તે આપણે જોયું. ૮માં પછીનું પ્રત્યેક ગુણસ્થાન જીવ ચિંતન-ધ્યાન દ્વારા જ ચડે છે. સાધક જેમ જેમ પોતાના સ્વરૂપમાં લીન થતો જાય તેમ તેમ ગુણસ્થાન ચડતે જાય છે. આથી જ આવા ચિંતનમાં લીન બનીને પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ભાવના શ્રીમદ ભાવી છે.
આ આખું કાવ્ય શ્રીમદ્દે પોતાને જ ઉદ્દેશી સ્વયંકુરણાથી લખ્યું છે. તેને પહેલા પુરાવા આપણે ત્રીજી કડીમાં “ઊપ ” શબ્દમાં છે. એ જ રીતે આ કડીમાં બીજી પંક્તિના “આવું” શબ્દ પરથી ઉપરના વિધાનને સમર્થન મળે છે. શ્રીમદે જે સામાન્ય કથન તરીકે આ કાવ્ય લખ્યું હોત તે “આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે એની જગ્યાએ “આવે ત્યાં...” લખ્યું હોત. “હું આવું એને બદલે “સાધક આવે” એમ વચન હત. તેથી “આવું” શબ્દ પરથી સિદ્ધ થાય છે કે શ્રીમદે આ કાવ્યમાં પોતાની ભાવનાનું જ
૬૯. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૫૦. ૭૦. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૧૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org