________________
૬. અપૂર્વ અવસર
૩ ૫૧
ઉત્તરાધ્યયનસૂત્ર”ની ઉપરની ગાથામાં મુનિનો શત્રુ તથા મિત્ર પ્રત્યે સમભાવથી વર્તવાનો ધર્મ બતાવ્યું છે. તો બીજી ગાંથામાં નિર્મમ, નિરહંકારી, સર્વસંગત્યાગી તથા સર્વ પ્રાણી પર સમભાવ રાખનાર બનવાનો મુનિનો ધર્મ બતાવ્યું છે. અને નીચેની ગાથામાં લાભ-અલાભ; સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા તથા માન-અપમાનમાં સમભાવ રાખવાને મુનિને આ ચાર બતાવ્યો છે. આ ત્રણે ગાથાને મધ્યવતી વિચાર આપણને આ કાવ્યની ૧૦મી કડીમાં જોવા મળે છે.
આ કડીમાં શ્રીમદે સમભાવ રાખવાની ભાવના ભાવી છે, અને તે સમભાવ હોય ત્યારે મુનિની વર્તના ક્યા પ્રકારની હોય તે ૧૧મી કડીમાં તેમણે બતાવ્યું છે. જુઓઃ
એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડાલ આસન ને મનમાં નહિ ભતા,
પરમ મિત્રને જાણે પામ્યા યેાગ જે.” અપૂર્વ . ૧૧ પુરુષાર્થ વડે મેસ્વભાવદશા પ્રગટ કરવાની ભાવનાવાળા શ્રીમદ્દ એવા મુનિપણાની ભાવના ભાવે છે કે સ્મશાનમાં એકલા વિચરતી વખતે અથવા પર્વતમાં પોતે હોય ત્યારે વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીને મેળાપ થાય ત્યારે અડેલ – સ્થિર આસન રહે તથા મનમાં તે વિશે જરા પણ ક્ષે ભ ન થાય, એટલું જ નહિ પણ પરમ મિત્રને મેળાપ થવા જેટલો આનંદ થાય તેવો અપૂર્વ અવસર કયારે આવશે ?
આત્માના સાચા સુખને ખ્યાલ પામ્યા પછી મુનિ શેષ રહેલાં કર્મોને જલદી ભસ્મીભૂત કરીને શાશ્વત આત્મસુખ પામવાની અભિલાષાવાળા બને છે. તેથી ઉગ્ર સાધના કરવા તરફ તેમનું લક્ષ હોય છે. તેમ કરવા માટે સ્મશાન, જગલ, પર્વતની ગુફા આદિ જેવાં નિર્જન સ્થળે તેમને વિશેષ અનુકૂળ લાગે છે. તેથી શ્રીમદ્દ અહીં સ્મશાન જેવાં, અન્ય જનોને ભયભીત કરે તેવાં એકાંત સ્થળમાં મુનિવેશમાં એકાકીપણે રહી સાધના કરવાની ભાવના કરે છે. સ્મશાનમાં રાત્રિ જેવા સમયે વ્યંતરાદિ હલકી કોટિના દેવે પોતાના આનંદ માટે આવે છે. અને તેઓ સ્વભાવે કૃર હોવાથી અન્ય જીવાદિને રંજાડવામાં જ આનંદ માણે છે. આવા નિર્જન અને ભયાનક ગણાય તેવા સ્મશાનમાં એકાકીપણે સાધના કરવાની તેમની ઈચ્છા છે. સામાન્ય રીતે મુનિ સમૂહમાં રહે છે, પણ જેમ જેમ તેમની આત્મિક દશા ઉચ્ચ બનતી જાય છે તેમ તેમ તેઓ પ્રતિબંધ જેવા સંગથી દૂર રહેવા એકાંતમાં વસે છે. સ્મશાન જેવી જગ્યાએ તેમને સંગપ્રસંગ આવતું નથી, તેથી તેમને વૈરાગ્ય આપે તેવા સ્થાનમાં સાધના માટે વિશેષ રુચિ રહે છે. આવી એકાંત જગ્યાએ, વ્યંતરાદિના ઉપસર્ગી ડર્યા વિના, પિતાની સાધના તેઓ નિર્ભયપણે કરે છે, અને ઉપસર્ગ થાય તો તેને કર્મોદય ગણી તેની પરવા કરતા નથી. આમ અહીં શ્રીમદ્ સાતમા ગુણસ્થાનવત, શ્રેણી માંડવાની ઈચ્છાવાળા મુનિની એકાંત સ્થિતિનું ખૂબ સમજપૂર્વકનું વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org