________________
શ્રીમદની જીવનસિદ્ધિ શકાય તેવો કષાય કોધ હોવાથી શ્રીમદે સૌપ્રથમ તેને નાશ કરવા ઈચ્છો છે. માણસનું જ્યારે કે
કંઈ ધાર્યું ન થાય. કઈ પ્રતિકાળ અને ત્યારે તેને તરત જ ક્રોધ આવે છે. આ કોઈ અન્ય વ્યક્તિને બળે તે પહેલાં તે તે કોધ કરનારને જ બાળે છે. તેથી તેનો નાશ કર ચગ્ય છે. તેનો નાશ કરવાના ઉપાય કરોધના ઉદય” પ્રતિ જ “ ક્રોધ કરવો ” તે છે. એમ કઈ રીતે થઈ શકે તે સમજાવતાં શ્રીમદ્ ઉપદેશ-નોંધમાં જણાવ્યું છે કે –
કોધાદિ કષાયના ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિકાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહિ ચાલવા દઉં, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠા છું.”૮ ૧
કોઇ એ આત્માને સ્વભાવ નહિ પણ વિભાવ છે, તેથી તેને ઉદય આવે ત્યારે તેને પોતાના કર્મનો ઉદય સમજાવાથી તેની સાથે લડવાની શક્તિ સાધકમાં આવે છે.
માન એ કોધ કરતાં પણ મહાન શત્રુ છે. એ અનેક પ્રકારે છવમાં પ્રવર્તતું જોવા મળે છે. જીવને પોતાનાં રૂપ, વિદ્યા, જ્ઞાન, સંપત્તિ, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ આદિનું માન હવા ઉપરાંત “મને માન નથી ”નું માન પણ તેને હોય છે. મુનિ પણ આ માનની જાળમાં ઘણી વખત લપેટાઈ જાય છે. માનથી કેવી હાનિ થાય છે તેનું ઉદાહરણ “સનકુમાર ચક્રવતી ૪૨ તથા “બાહુબળ”૪ ૩ની કથામાં મળે છે. આવા માનને નાશ કરવા માટે ઉપાય “ઢીનપણાનું માન ” સેવવાનો છે. તીર્થંકર પ્રભુનાં રૂપ, ગુણ, જ્ઞાન આદિ પાસે પિતાનાં રૂપ, ગુણ, જ્ઞાન આદિ સિંધુમાં બિંદુ સમાન છે, તેની પ્રતીતિ પિતાનું માન ગાળવા સાધકે રાખવાની હોય છે. શ્રી કાનજીસ્વામી જણાવે છે તેમ :–
સાધકને પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રતીતિ અંતરમાં વતે છે, તેથી જાણે છે કે મારી વર્તમાન દશામાં હજુ અસ્થિસ્તાની નબળાઈને લીધે, હું પામર છું, એટલે કે પૂર્ણ સ્વરૂપને દાસાનુદાસ છું એવો વિવેક હોવાથી વીતરાગી પુરુષનું બહુમાન કરે છે. પરમાથે પોતાના સ્વરૂપની તે ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજ ઊઘડ નથી માટે અભિમાન કેમ કરું? એમ જાણતો કે તે સ્વરૂપની મર્યાદામાં વર્તે છે.”૪૪
શ્રી તીર્થકર પ્રભુની મહાનતા પાસે પોતાની પામરતા વિચારવી એ જ માન ગાળવાને શ્રેષ્ઠ ઉપાય છે.
માયા એ કોધ તથા માન કરતાં પણ વધુ સૂક્ષ્મ છે, પોતામાં માયા પ્રવેશી છે તેને ખ્યાલ પણ કેટલીક વાર જીવને આવતો નથી. કોઈ પણ જાતનો લાભ લેવા માટે, મનમાં હોય તેથી વિરુદ્ધ બોલવું કે આચરવું તે માયા કહેવાય છે. મન, વચન અને કાયાની એક્તા ન હોય ત્યાં માયાને પ્રવેશ સિદ્ધ થાય છે. પોતાની ભૂલ કોઈ ન જાણે, અને જાણે
૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૭૮. ૪૨. “મોક્ષમાળા”, પાડ ૭૧-૭૧. ૪૩. એજન, પાઠ ૧૭. ૪૪. “અપૂર્વ અવસાર પરનાં પ્રવચને', વૃત્તિ ૨, પૃ. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org