________________
૬. અપૂવ અવસર
કહેવાય છે. આત્માનું મન સાથે જોડાણ તે મનગમગ એટલે વિચાર. આમાનું વચન સાથે જોડાણ એટલે વચનયોગ, વચનયોગ એટલે વાણી. અને આત્માનું કાયા સાથે જોડાણ એટલે કાયયોગ; કાયોગને વર્તન કહે છે. મન, વચન અને કાયાની ક્રિયાને વેગ કહે છે.
આત્માનું મન, વચન કે કાયા સાથેનું જોડાણ ક્ષણ છવી હોય છે, તે વારાફરતી બીજા બીજા સાથે જોડાતે હોય છે. એક ક્ષણ મન સાથે, તે બીજી ક્ષણે વચન સાથે, તે ત્રીજી ક્ષણે કાયા સાથે તે જેડાતું હોય છે. આથી આ રોગ સંક્ષિપ્ત કહેવાય છે. સંક્ષિસ એટલે ટૂંકા. પરંતુ શ્રીમદને અહીં આ અર્થ અભિપ્રેત નથી. સામાન્ય માણસને તે યુગ નિરંકુશપણે પ્રવર્તતા હોય છે, પણ જ્ઞાની મહાત્માને તેમ હતું નથી. તેઓને હેય-ઉપાદેયને વિવેક હોય છે, તેથી કર્મને ઉદય આવે તે પણ તેઓ થતા સંક૯પ-વિકલ્પને બુદ્ધિપૂર્વક ટૂંકા કરી નાખે છે. ઉદયાધીન સંક૯પ-વિકલ્પ આવે ત્યારે પણ આત્મજાગૃતિ કાયમ રહેતી હોવાથી યુગ સંક્ષિપ્ત રહે છે, એટલે કે યોગની પ્રવૃત્તિ પોતાના શરીર અને આત્માની બહાર નથી થતી. આમ જ્ઞાનીની બાબતમાં રોગ સંક્ષિપ્ત રહે છે. આથી શ્રીમદે આ કડીમાં બહુ યોગ્યતાથી લખ્યું છે કે –
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની.” અપૂર્વ પ્રત્યેક પ્રાણીમાં આત્માનું યોગનું જોડાણ તો હોય જ છે. પણ આત્મા વિભાવદશામાં વર્ત તે હોવાથી તે ભવભ્રમણનું કારણ બને છે. પણ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સ્વભાવમાં ટકી રહેવું આવશ્યક છે, તેથી કહેવામાં આવ્યું છે કે –
. “આત્મા એક ક્ષણ પણ વિભાવદશામાં ન જતાં જીવનપર્યત ટ્વભાવમાં ટકી રહે, જીવનભર આત્મસ્થિરતા ટકી રહે એ ભાવના છે, કારણ કે એથી આત્માની વિશુદ્ધિ ક્ષણેક્ષણે વધતી જાય છે અને ઘણું ટૂંકા કાળમાં શુદ્ધાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે.”૨૩મ
આ આત્મસ્થિરતા મુખ્યપણે દેહ ટકે ત્યાં સુધી રહે તે ભાવના પાછળ પણ હેતુ છે. શ્રીમદ તે મોક્ષપદના અભિલાષી હતા. અને તે પદ તેમને જેમ બને તેમ જલદી લેવું હતું. તેમની ભાવના તે વર્તમાન દેહે જ મોક્ષ મેળવવાની હતી, તેથી જેમાં આત્માની વિશુદ્ધતા ક્ષણે ક્ષણે વધતી જાય છે, તેવી આત્મસ્થિરતા દહપર્યત ટકી રહે તેવી ભાવના તેમણે ભાવી છે. આત્મસ્થિરતાની અગત્ય બતાવતાં શ્રી સંતબાલજી લખે છે કે –
ભૂલે માત્રનું મૂળ જ આત્મસ્થિરતાને અભાવ છે. આત્મસ્મૃતિનું ધન લૂંટાઈ ગાયા પછી જ બુદ્ધિ દેવાળું ફૂકે છે. સુખ અને સ્વતંત્રતાને સ્થાને સુખ અને બંધન એથી જ આવી પડે છે, માટે જ આત્મસ્થિરતાની પળે પળે આવશ્યક્તા છે. આત્મસ્થિરતાનો અભાવ એ જ ભાવમરણ છે.”૨૪ ૨૩. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ”, પૃ. ૬૬. ૨૪. “સિદ્ધિનાં પાન”, પૃ. ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org