________________
33३
શ્રીમદની જીવનસિદ્ધિ - આ આત્મસ્થિરતા કેવી હોવી જોઈએ તે શ્રીમદે આ કડીની છેલ્લી બે પંક્તિમાં સમજાવ્યું છે. તે સ્થિરતા ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી લેશ પણ ડગવી ન જોઈએ. ત્રીજી પંક્તિમાં “ભય” શબ્દ ખાસ હેતુપૂર્વક જાયેલો જોવા મળે છે. “પરિષહ” અને
ઉપસર્ગ” એ બંનેને ભય સાધકને એટલો બધે સતાવે છે કે કેટલીક વખત તે ઉપસર્ગ અને પરિષહ પણ એટલા સતાવી શકતા નથી. માનસશાસ્ત્રીએ પણ જણાવે છે કે સાક્ષાત્ દુખ કરતાં દુઃખનો ભય માણસને વધુ પીડા આપે છે. આથી ઉપસર્ગ કે પરિષહનાં દુઃખ કરતાં વિશેષ દુઃખ તે આવી પડવાના “ભય” માં રહેલું દેખાય છે. એથી જ શ્રીમદ્ ઉપસર્ગ કે પરિષહના દુઃખ વખતે જ નહિ પણ તે બંનેના આવી પડેલા ભય વખતે પણ આત્મસ્થિરતા ને ડગવી જોઈએ તેવી ભાવના રાખી છે.
કર્મ ખપાવવા તથા માર્ગથી ચુત ન થવા માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ કહેવાય છે. એમાંના કેઈ વિશેષ પ્રમાણમાં હોય તે તે પ્રાણઘાતક પણ નીવડે. તેવા પરિષહ ઘર પશ્વિહ કહેલ છે. નિગ્રંથ મુનિને સહન કરવા પડતા પરિષહ બાવીસ ૨૫ પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મેલે, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન. તે પ્રત્યેકની ટૂંકાણમાં સમજણ નીચે પ્રમાણે છે –
કંઈ પણ કારણસર શુદ્ધ આહાર ન મળતાં સુધી સહન કરવી પડે તે ક્ષુધા પરિષહ. શાસ્ત્રમાં જણાવેલું ઉકાળેલું અચિત્ત પાણી ન મળતાં તૃષા સમભાવે સહેવી તે તૃષા પરિષહુ. શિયાળામાં સખત ઠંડીમાં પણ ટાઢ ઉડાડવા કેાઈ પ્રયત્ન ન કરતાં ઠંડી સમભાવે સહેવી તે શીત પરિષહ. ગ્રીષ્મમાં એ જ રીતે સૂર્યાદિ તાપ સહન કરવા તે ઉણુ પરિષહ, ગુફામાં કે અન્ય જગ્યાએ મચ્છર, ડાંસ, માંકડ આદિ જંતુઓના ડંખ પીડા કરે તેથી મનને ચંચળ ન બનવા દેતાં તેને સમભાવે સહેવા તે શમશક પરિવહ. સચેલક મુનિનાં વસ્ત્ર ફાટી જાય તે પણ કઈ પાસે વસ્ત્રની યાચના ન કરતાં સમભાવે નગ્નતા વદે તે નગ્નતા પરિષહ. અલક માટે તે નગ્નતા એ હમેશનો પરિષહ રહે છે. કઈ પણ વસ્તુ પ્રાપ્ત ન થાય છતાં મનમાં શાક થવા દીધા વિના સંયમમાં રહેવું તે અર ત પરિષહ. મુનિને સ્ત્રી વશ કરવા પ્રયત્ન કરે તે વખતે ચલિત ન થતાં સંયમિત રહેવું તે સ્ત્રી પરિવહ. મુનિએ એક સ્થળે સ્થિર ન રહેતાં ચારે બાજુ ફરવું જોઈએ; એક સ્થળે રહેવાથી તે સ્થળ વિશે આસક્તિ થાય; માટે વિહારનાં ગમે તેટલાં કષ્ટ સહન કરવાં તે ચર્યા પરિષહ. સારી-નરસી ચીજ માટે રાગદ્વેષ ન કરો, થયેલા ઉપસર્ગ શાંતિથી સહેવા તે નિષદ્યા પરિષહ. મુનિને પોતાના નિવાસ દરમ્યાન સૂવાની પથારી કે જગ્યા સારી ન મળે કે ત્યાં વ્યંતર આદિને ઉપસર્ગ હોય કે કોઈ અન્ય દુખ હોય તે શાંતિથી સહન કરવું તે શવ્યા પરિષહ. કઈ રી, અન્ય ધમી કવચન કહે, નિંદા કરે, ખોટાં આળ ચડાવે વગેરે કરે છતાં તે સમભાવે સહેવાં, સર્વને કમને દોષ માની અન્યને દોષ ન જે તે આક્રોરા પરિષહ, ચોર, બદમાશ આદિ ગુસ્સામાં આવી મુનિને મારે છે કેધ કરે કે વધ કરે, છતાં તેના પ્રત્યે દ્વેષ ન કરતાં સમભાવ રાખે અને પોતાને અવિનાશી જાણ તે સવનું શાંતિથી વેદન કરે તે વધુ પરિષહ,
૨૫. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨, પૃ. ૧૩ થી ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org