________________
૬. અપૂર્વ અવસર ઈન્દ્રિયના પાંચ વિષમાં રાગદ્વેષરહિતપણું હોય, પાંચ પ્રમાદમાં મનનો ક્ષોભ કે મનની ડામાડોળ સ્થિતિ ન હોય; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પ્રતિબંધ વિના એટલે કે બંધન વિના કર્મના ઉદય પ્રમાણે નિર્લોભપણે વિચારવાનું હોય તેવો અપૂર્વ અવસર ક્યારે આવશે?
અહીં આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે સાધકે કેળવવા પડતા ગુણોને ખ્યાલ શ્રીમદે આપ્યો છે. તેઓ પોતાના વિચારોની સવિશેષ સ્પષ્ટતા કરતા જતા હોય તેવું અહી જણાય છે,
આંખ, કાન, નાક, જીભ અને ત્વચા–એ પાંચ ઈન્દ્રિયના પાંચ વિષય – રૂ૫, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ – પ્રતિ સંપૂર્ણ રાગ કે દ્વેષરહિતપણું પહેલી પંક્તિમાં શ્રીમદે ઈચ્છળ્યું છે. આ પ્રત્યેક વિષયને બે બાજુ છે. કણેન્દ્રિયનો વિષય શબ્દ છે. શબ્દ સાંભળ્યા પછી તે પ્રશંસારૂપ કે નિંદારૂપ લાગે. ચક્ષુરિન્દ્રિયને વિષય રૂ૫ છે, તે સુંદર કે અસુંદર હોય. રસેન્દ્રિયને વિષય રસ છે, તે ખારે, ખાટા, તીખા, મીઠ, તૂરો વગેરે હોઈ શકે. ધ્રાણેન્દ્રિયને વિષય ગંધ છે, તે સુગંધ કે દુગધરૂપ લાગે. અને સ્પર્શેન્દ્રિય વિષય સ્પર્શ છે, તે સુંવાળ, કર્કશ એમ જુદો જુદો હોઈ શકે. આ પાંચ વિષયનાં સારાં રૂપ મળે તે રાગ થાય અને ખરાબ રૂપ મળે તે દ્વેષ થાય તે સામાન્ય જનનો અનુભવ છે.
મુનિ અહીં રાગદ્વેષથી અલિપ્ત રહેવા ઇચ્છે છે, કારણ કે રાગદ્વેષના પરિણામે જીવનું બૂરું કરવામાં કશું બાકી રાખ્યું નથી. રાગદ્વેષનાં પરિણામ આવવાથી જીવને બહિરાત્મભાવ થાય છે, તે પોતાનું સ્વરૂપ જ ભૂલી જાય છે, જે તેના ભવભ્રમણનો હેતુ થાય છે. આથી સર્વ વિષયમાં અનાસક્તિ કેળવવાનો પુરુષાર્થ મુનિ કરે છે, કારણ કે શ્રી સંતબાલક જણાવે છે તેમ –
વિષયે પોતે દૂષિત નથી, પણ મનમાં રહેલી આસક્તિ જ વિષયોમાં દૂષણ જન્માવે છે અને ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરાવી જીવનમાં દૂષણે વધારે છે. ૩૩
એક ઈન્દ્રિયમાં પણ આસક્તિ હોય તે ઘણી વાર જીવનો નાશ થાય છે, જેમ કે – શિકારીના મધુર શબ્દમાં લોભાઈ હરિણી પ્રાણ ગુમાવે છે. કમળની ગંધ પર આસક્ત થયેલો ભ્રમર તેમાં પુરાઈ હાથીથી ખવાઈ જાય છે. માછીમારની કાંટામાં મૂકેલી વસ્તુ સને લીધે ખાવા જતાં માછલું મરણને શરણ થાય છે. દીવાનું અતિરૂપ જોઈ તે રૂપના મેહમાં પતગિયું પિતાને જાન ગુમાવે છે. તેમ જ બનાવટી હાથણીના સ્પર્શના લોભથી બાજુમાં રહેલા ખાડામાં પડી હાથી પણ મરણ પામે છે. એકાદ વિષયમાં આસક્તિ વધતાં આવા હાલ થાય છે, તે પછી બધા વિષયમાં આસક્તિ સેવનારની શી દશા થાય? આથી જ મુનિ પાંચ પ્રકારના વિષયમાં રાગદ્વેષરહિતપણું ઈચ્છે છે.
૩૩. “સિદ્ધિનાં સોપાન”, પૃ. ૪૪. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org