________________
શ્રીમદની જીવનસિદ્ધિ ઘટ્ટન ઉપસર્ગ છે. યના વિના ચાલવાથી પડી જતાં લાગી જાય વગેરે અપત્તન ઉપસર્ગ છે હાથ, પગ વગેરે અવયવો શૂન્ય બની જતાં જે દુઃખ થાય તે સ્તંભન ઉપસર્ગ છે. અને આંગળી વગેરે અવયવ ચેટી જવાથી કે વાત, કફ, પિત્ત અને સન્નિપાતથી થતા ઉપસર્ગ તે શ્લેષણ છે.
આ બધા ઉપસર્ગ સહન કરતી વખતે મુનિને ઉપસર્ગકર્તા પ્રત્યે દ્વેષ નહીં પણ કરુણા આવે કે ઉપસર્ગકર્તાને કેટલાં કર્મના બંધ થાય છે!
જીવલેણ નીવડે તેવા પરિષહ કે ઉપસર્ગ સમભાવે સહેવા તે સહેલી વાત નથી. મહાન પુરુષથી જ તે વખતે આત્મસ્થિરતા જાળવી શકાય. એવી સ્થિરતા મહાવીર પ્રભુ આદિએ જાળવી હતી. તે જાળવવાની ભાવના ભાવનારની પણ કેટલી ઉચ્ચ કક્ષા લેવી જોઈએ !
આ કડીમાં શ્રીમદ્ સ્વરૂપમાં જ રહેવાની, આત્મસ્થિરતા પામવાની ભાવના વ્યક્ત કરી છે; પણ જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થયું નથી હોતું ત્યાં સુધી “ આત્મસ્થિરતા ”નું સાતત્ય જળવાતું નથી, અને મન, વચન તથા કાયાના યોગ પ્રવર્યા કરે છે. આ આત્મસ્થિરતા ન પ્રવતે ત્યારે પોતાની મુનિ તરીકેની ચર્યા કેવી હોવી જોઈએ તે વિશેની ભાવના શ્રીમદે પાંચમી કડીમાં મૂકી છે –
“સંયમના હેતુથી ગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં,
અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે.” અપૂર્વ૦ ૫ પોતે શુદ્ધ સ્વરૂપમાં ન પ્રવતી શકે તે સમયના પોતાના પ્રવર્તન વિશેની અભિલાષા વ્યક્ત કરતાં શ્રીમદ્ આ કડીમાં કહે છે કે મન, વચન અને કાયાના ત્રણે ગની પ્રવૃત્તિ, જિનઆજ્ઞા અનુસાર, આત્મસ્વરૂપને લક્ષમાં રાખીને તેમ જ સંયમના કારણે થાય, અને જેમ જેમ આત્મસ્થિરતા વધતી જાય તેમ તેમ ક્ષણે ક્ષણે તે યોગની પ્રવૃત્તિ ઘટતી જાય અને છેવટે આત્મસ્વરૂપમાં લીન થઈ જવાય તે અપૂર્વ અવસર ક્યારે આવશે?
પ્રથમ પંક્તિમાં શ્રીમદે મન, વચન અને કાયાના રોગ સંયમના હેતુથી જ પ્રવર્તી તેવી ઈચ્છા કરી છે. સમ એટલે સમ્યફ પ્રકારે, અને યમ એટલે પાંચ મહાવ્રત. સંયમ એટલે અકષાયીપણે પાંચ મહાવ્રતના પાલનમાં અપૂર્વ સ્થિરતા. આ સંયમની ઉત્કૃષ્ટ સ્થિતિ તે સંપૂર્ણ અસંગતા. મુનિ સંયમથી ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચવા માટે જ સતત મન, વચન અને કાયાના યોગથી પ્રયત્નશીલ હોય છે. અર્થાત તેઓ યોગથી આત્મસ્વરૂપમાં લીન રહેવા માટે સતત પુરુષાથી રહે છે, કારણ કે પૂ. સંતબાલજી લખે છે તેમ –
જેટલે અંશે સંયમ તેટલે અંશે વિવેક તો હોય જ. વિવેક અને વિચાર વિના જ્ઞાન ટકે નહિ, અને જ્ઞાન વિનાને સંયમ સે ટચનો સંયમ ન ગણાય! એટલે સંયમીને પ્રતિપળે આત્મભાન તો રહે જ.”૨૭ ૨૭. “સિદ્ધિના સોપાન ", પૃ. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org