________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર અંતરાય, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર- એ ૮ પ્રકારનાં કર્મ મુખ્ય છે. તે ૮માં પણ મેહનીય મુખ્ય છે. તેને નાશ થતાં બીજાને સહેલાઈથી નાશ કરી શકાય છે, તેને નાશ કઈ રીતે કરી શકાય તે વિશે તેમણે લખ્યું છે કે –
“કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” ૧૦૩ મેહનીય કર્મના બે ભેદ છેઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહ આત્માનું સાચું સ્વરૂપ જાણવા નથી દેતે, અને ચારિત્રમોહ આત્માનું સાચું સ્વરૂપ પ્રગટવા નથી દેતે. આ બંનેને નાશ કરવા માટે છે એટલે કે સદ્દગુરુનો ઉપદેશ, અને વીતરાગતા એટલે કે ઉચ્ચ પ્રકારને સમભાવ, એ બે સૌથી પ્રબળ સાધનો છે. મેહનીયના નાશ માટે આ બંને સાધને કેટલાં અગત્યનાં છે તેનું નિરૂપણ શ્રીમદ્દ રચિત “અપૂર્વ અવસર ” કાવ્યમાં જોવા મળે છે. શ્રીમદ જણાવેલા માર્ગના સમર્થનમાં કહે છે કે –
* કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ ?” ૧૦૪ કોધાદિ કષાય કરવાથી કમનો બંધ થાય છે અને ક્ષમાદિ એવા અકષાયી ભાવ રાખવાથી કર્મનો નાશ થાય છે તેવો અનુભવ તે સર્વને થાય છે. તે પછી તે બાબતમાં સદડ શા માટે કરવો જોઈએ ? એટલે કે ગમે તે સંજોગોમાં ક્ષમાદ અકષાયી ભાવ રાખવાથી મેહનીય કર્મનો નાશ થાય છે. અને મેહનીયન જે રસ્તે નાશ થાય તે જ મોક્ષપંથ છે. તેથી તે શ્રદ્ધાપૂર્વક ગુરુ કહે છે કે -
છોડી મતદર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ
કહ્ય માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.” ૧૦૫ શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો હતો કે જગતમાં ઘણું દર્શન અને મત પ્રવર્તે છે, તેમાં કયા માગે જવાથી મોક્ષમાર્ગ મળે ? તેના ઉત્તરરૂપે. આ દોહરો રચાયે છે. કોઈ પણ મત કે દર્શનને એકાંતે આરાધવાથી કલ્યાણ થતું નથી, પણ તે બધાંને મતાગ્રહ છોડી કર્મનાશ કરવાનો ઉપાય અહીં કલ્યાણ માટે બતાવ્યા છે. તેનું આરાધન કરવાથી મોક્ષમાર્ગ મળે છે. અને તે પછી ૧૦૬ ઠ્ઠા દોહરામાં વિશેષમાં બતાવ્યું છે કે આ છયે પદની સાચી શ્રદ્ધા થવી તે જ મોક્ષમાર્ગ છે. તે શ્રદ્ધા પ્રગટે ત્યારે એવા ભાવ પવતે કે જ્ઞાનીઓએ જે કંઈ કહ્યું છે તે સત્ય છે. આમ સદ્દગુરુમાં શ્રદ્ધા થવી તે પણ મોક્ષમાર્ગ છે. તેમાં છયે પદની સર્વાગી શ્રદ્ધા થવી જરૂરી છે. કારણ કે કોઈ પણ પદ એકાંતે ઉથાપતાં મોક્ષમાગ સિદ્ધ થતો નથી. કઈ જાતિ, વેશ આદિમાં મેક્ષ થાય છે, તેવા શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં ગુરુ જણાવે છે કે -
“જાતિ વેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુક્તિ લહે, માર્ગભેદ નહિ કેય.” ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org